કોરોના વાયરસ મહામારીના કારણે કેટલાક દેશોમાં યાત્રા ઉપર મનાઈ કરી દેવામાં આવી છે. સાથે જ કોરોનાનો ડર પણ લાગી રહ્યો છે. લોકો હવાઈ મુસાફરીને યાદ કરી રહ્યાં છે. ત્યારે કેટલીક એરલાઈન્સે અનોખી ફ્લાઈટ શરૂ કરી છે. પણ અનોખી ફ્લાઈટમાં યાત્રીકો મુસાફી કરે તો છે પરંતુ પહોંચતા ક્યાંય નથી.

એરલાઈન્સના યાત્રિકોને પ્લેનમાં બેસાડે છે. કેટલાક કલાકો હવામાં મુસાફરી કરે છે અને પછી તેમને એરપોર્ટ ઉપર મુકી દેવામાં આવે છે. જ્યાંથી યાત્રિકોએ પોતાની મુસાફરી શરૂ કરી હતી. આવી ફ્લાઈટ્સ માટે લોકો હજારો – લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યાં છે. શનિવારે Tigerair Taiwan એરલાઈન્સે આવી જ એક ફ્લાઈટ્સમાં 120 લોકોને યાત્રાનો અનુભવ કરાવ્યો હતો. આ દરમયાન વિમાન આશરે 2100 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો.


તાઈવાનથી ઉડીને વિમાન સાઉથ કોરિયાના હોલિડે આઈલેંડ જેજુની પાસે પહોંચ્યુ અને ત્યાંથી ફરી તાઈવામાં લેંડ થયું. આવી ફ્લાઈટ્સનું પ્રમુખ દર્શનીય સ્થળોની પાસે ઓછી ઉંચાઈઓ ઉપર ઉડે છે કારણ કે લોકો તે નજારો જોઈ શકે.

આ ફ્લાઈટ્સમાં આવતા પહેલા યાત્રિકોમાં કોરોના લક્ષણોની તપાસ કરવામાં આવે છે. એશિયા પેસિફિક એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે ક્ષેત્રમાં મગામારી દરમયાન હવાઈ મુસાફરીમાં 97.5 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે આવી ફ્લાઈટ્સના માધ્યમથી એરલાઈન્સને પણ કેટલીક આવક થઈ રહી છે. કેટલાક પાઈલોટોને લાઈસન્સ યથાવત રાખવા માટે પણ મદદ મળશે. ઓસ્ટ્રેલીયાની Qantas અને જાપાનની All Nipon Aiways પણ આવી ફ્લાઈટ્સ શરૂ કરી રહી છે. Qantasએ જણાવ્યું કે, આ સપ્તાહની 7 કલાકની તેની ફ્લાઈટ Flight to nowhereની ટિકીટ 10 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

Qantas એરલાઈન્સ મોટી બારીવાળા વિમાન બોઈંગ 787 ડ્રિમલાઈનરમાં લોકોને યાત્રાનો અનુભવ આપશે, ફ્લાઈટ 10 ઓક્ટોબરના રોજ સિડનીથી ઉડશે અને ઓસ્ટ્રેલીયાના ઘણા શહેરો ઉપરથી પસાર થઈને સિડની પહોંચશે. આ ફ્લાઈટ્સમાં બિઝનેશ, પ્રિમિયમ અને ઈકોનોમી ક્લાસની 134 સીટ છે. જેના ટિકીટના ભાવ42 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીના છે.
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો
- સુરત/ સીટી બસમાંથી નીચે ઉતરતા યુવકનું થયું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ
- ભરૂચ/ પેટ્રોલ પમ્પ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાખ્યો, ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત
- હવે સરળતાથી NPS એકાઉન્ટમાંથી કાઢી શકશો પૈસા, અહીંયા જાણો કેવી રીતે કરશો પ્રોસેસ