GSTV
Gujarat Government Advertisement

બેકાબૂ કોરોનાને રોકવા ભારતમાં આટલો સમય રાખવું પડશે લોકડાઉન, અમેરિકન મહામારી એક્સપર્ટ ડો.ફાઉચીએ આપી આ 3 સલાહ

અક્ષય

Last Updated on May 4, 2021 by Harshad Patel

ભારતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. દરરોજ ડરાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે. ભારતમાં છેલ્લા 50 લાખ કેસ ફક્ત 15 દિવસમાં નોંધાયા છે. કોરોનાને રોકવા માટે અમેરિકાના બાઈડન પ્રશાસનના ચીફ મેડિકલ ઓફિસર અને મહામારી એક્સપર્ટ ડો. એન્થની ફાઉચીએ કેટલાક સૂચનો કર્યા છે. ડો. ફાઉચીએ વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણ રોકવા માટે કામ કરી રહ્યા છે. તેમણે ભારતમાં મહામારી રોકવા માટે મુખ્યત્વે ત્રણ સૂચનો આપ્યા છે. આ છે લોકડાઉન, મહત્તમ રસીકરણ અને હોસ્પિટલમાં પથારીની સંખ્યામાં વધારો કરો.

ભારતની પરિસ્થિતિ ખૂબ ગંભીર

ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં ડો.ફાઓચીએ કહ્યું હતું કે ભારતની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું, જ્યારે ઘણા બધા લોકો એક સાથે સંક્રમિતથવા લાગે છે ત્યારે તેની રોકથામ કરવી સરળ નથી. આવી સ્થિતિમાં, દરેકની યોગ્ય કાળજી લઈ શકાતી નથી. આ સિવાય જ્યારે હોસ્પિટલમાં પથારીની તંગી હોય અને ઓક્સિજનનો અભાવ પણ હોય ત્યારે ડોક્ટરોના હાથમાં પણ કોઈ વાત રહેતી નથી. આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ વણસી જાય છે. આ સમયે ભારતને વિશ્વભરમાંથી સહાયની જરૂર છે.

બીજા દેશોમાંથી પણ વેક્સિનની સપ્લાય મગાવીને વેક્સિનેશન થાય

ડોક્ટર ફાઓચીએ કહ્યું, ‘સૌથી પહેલાં જેટલા લોકોને વેક્સીનની જરૂરિયાત હોય તેમને વેક્સિન આપી દેવી જોએ. બીજા દેશોમાંથી પણ વેક્સિનની સપ્લાય મગાવીને વેક્સિનેશન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. પછી ભલે તે અમેરિકા હોય કે પછી રશિયા. તેમણે એમ પણ કહ્યું કેવેક્સિન સમસ્યાને તુરંત જ ખતમ કરી શકશે નહીં, તેને થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે.

વણસેલી પરિસ્થિતિને રોકવી હશે તો લોકડાઉન જરૂરી

ડોક્ટર ફાઓચીએ કહ્યું છે કે ભારતમાં કોરોના મહામારીને અટકાવવી હશે, વણસેલી પરિસ્થિતિને રોકવી હશે તો લોકડાઉન જરૂરી છે. તેમણે કહ્યું કે તમારે 6 મહિના સુધી લોકડાઉન કરવાની જરૂર નથી. જો તમે ટ્રાન્સમિશનને રોકવા માટે અસ્થાયી રૂપે લોકડાઉન કરી શકો છો. તેમણે કહ્યું કે કોઈને પણ પસંદ ના હોય કે દેશ બંધ કરવામાં આવે. પરંતુ જ્યારે તમે લોકડાઉન 6 મહિના સુધી કરો છો ત્યારે આવું થાય છે. તેમણે કહ્યું હતું કે જો તમે ફક્ત થોડા અઠવાડિયા માટે જ કરો છો, તો તેની મોટી અસર પરિસ્થિતિ પર પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!