GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

અમેરિકામાં 1 મહિનો લોકડાઉન વધ્યું : ટ્રમ્પે કહ્યું 1 લાખથી વધુ થશે મોત, હજુ ખરાબ સ્થિતિ હવે ચાલુ થઈ

કોરાના વાયરસની ત્રાસદી વધતી જ જાય છે. અમેરિકાએ લોકડાઉનનો નિર્ણય વધુ એક મહિના માટે વધારી દીધો છે..અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. 2843 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તમામ હેલ્થ એક્સપર્ટસ અને વૈજ્ઞાનિકો એ દાવો કરી રહ્યાં છે કે, કોરોના વાયરસનું ભયાવહ રૂપ હજુ આવવાનું બાકી છે. વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતાં ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકામાં મોતનો આંક એક લાખ સુધી સિમિત રહે તો પણ ઘણું જ છે. એનો મતલબ એ છે કે અમે કોરોનાને રોકવા માટે બહુ જ સારા પ્રયાસો કર્યા છે. ટ્રમ્પે સ્ટડીમાં લગાવેલા અનુમાનો આધારે ઉદાહરણો આપ્યા છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમો લાગુ કરવા પર 20 લાખ લોકોનાં મોત થવાની આશંકા દર્શાવી છે. આ આંક અમે એક લાખ સુધી રોકી શકીએ તો અમારા માટે સારું છે. સોમવારે એટલે 30 માર્ચના રોજ અમેરિકામાં 15 દિવસનું લોકડાઉનનો સમય પૂરો થઈ ગયો છે. જે 30 એપ્રિલ સુધી વધારી દીધો છે. ટ્રમ્પે આશા વ્યક્તિ કરી છે કે 1 જૂન સુધી કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ જશે. આગામી બે સપ્તાહમાં કોરોના વાયરસથી મોત ચરમસીમાએ પહોંચશે. ટ્રમ્પને આશા છે કે 1 જૂન સુધી સ્થિતિ સામાન્ય થશે.

કોરાના વાયરસની ત્રાસદી વધતી જ જાય છે. અમેરિકાએ લોકડાઉનનો નિર્ણય વધુ એક મહિના માટે વધારી દીધો છે..અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. 2843 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.. તમામ હેલ્થ એક્સપર્ટસ અને વૈજ્ઞાનિકો એ દાવો કરી રહ્યાં છે કે, કોરોના વાયરસનું ભયાવહ રૂપ હજુ આવવાનું બાકી છે. વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતાં ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકામાં મોતનો આંક એક લાખ સુધી સિમિત રહે તો પણ ઘણું જ છે. એનો મતલબ એ છે કે અમે કોરોનાને રોકવા માટે બહુ જ સારા પ્રયાસો કર્યા છે.

દેશમાં અત્યાર સુધી 2,484 લોકોના મોત થઈ ચુક્યા છે

દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોરોના (corona) વાઈરસ(કોવિડ-19)નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધી 33 હજાર 509 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. દુનિયાના સૌથી ( શક્તિશાળી દેશ અમેરીકામાં પણ કોરોના (corona) કહેર બનીને વરસી રહ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 518 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2,484 લોકોના મોત થઈ ચુક્યા છે. સાથે જ એક લાખ 42 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીંયા 24 કલાકમાં સંક્રમણના 7200 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 59 હજારથી વધારે થઈ ગઈ છે. જેમાં માત્ર ન્યૂયોર્ક સિટીમાં 33,768 કેસ છે. આ સમયે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને જાણકારી આપી કે વ્હાઈટ હાઉસની કોરોના ટાસ્કફોર્સને ન્યુયોર્કમાં કડક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

અમેરીકામાં કોરોનાના સંક્રમીતોની સંખ્યા વધીને 1.42 લાખ પર પહોંચી

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ વધી રહ્યો છ. એક બાજૂ જ્યાં પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે, ત્યાં વળી મરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એટલે કે, રવિવાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.42 લાખ પર પહોંચી ગયો છે. તો વળી મરનારા લોકોની સંખ્યા વધીને 2484 થઈ ગઈ છે. આ ઉપરાંત 1095 દર્દી સાજા થયા છે. કોરોનાના વધતા કેસને ધ્યાનામાં રાખતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં મોતનો આંકડો જોર પકડશે. સાથે જ કહ્યું કે, દેશમાં સોશ્યલ ડિસ્ટેસિંગનો નિયમ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. 

વિશ્વમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો

વિશ્વમાં કોરોના વાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે વિશ્વએ ઘણી લાંબી લડત લડવાની છે. જર્મન ચાન્લેસલર એન્જેલા મર્કેલે એક ઓડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, આ તબક્કે આપણે કોરોનાનો પ્રસાર સંપૂર્ણપણે અટકાવી શકીશું નહીં, પંરતુ આપણે દૈનિક નવા કેસોની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ છીએ. આમ કરવાથી કોરોનાનો પ્રસાર ધીમો થઈ શકશે. મર્કેલ પોતે કોરોનાનો કેસ પોઝીટીવ આવતાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. મર્કેલે દેશવાસીઓને ધીરજ રાખવા અપીલ કરી હતી. જર્મનીમાં આવશ્યક ચીજો સિવાયની બધી જ દુકાનો બંધ કરી દેવાઈ છે અને બેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધો ૨૦મી એપ્રિલ સુધી ચાલશે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!