GSTV

ચેતી જજો! દુનિયાના 132 દેશોમાં ફેલાયો ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ, વિશ્વના ૨૯ દેશોમાં આેક્સિજનની અછત

Last Updated on August 1, 2021 by pratik shah

કોરોનાનો સૌથી ખતરનાક ગણાતો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના 132 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે… જે રીતે ડેલ્ટા વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે તેને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે… વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે સમગ્ર દુનિયામાં કોરોનાનું સંક્રમણ અને તેનાથી થનારા મોતની સંખ્યા વધી રહી છે જે ચિંતાનો વિષય છે.

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે ફરી એક વખત સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. જે રીતે આખી દુનિયામાં ડેલ્ટા વેરિયન્ટના કેસો અને મોતના આંકડાઓ વધી રહ્યા છે તેને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી છે… વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ એક અઠવાડિયામાં જ સમગ્ર દુનિયામાં કોરોનાના નવા 40 લાખ કેસો સામે આવ્યા છે… જો આવી જ સ્થિતિ રહી તો ટૂંક સમયમાં જ કોરોના સંક્રમણના કુલ મામલાઓ 20 કરોડને પાર થઇ જશે.

કોરોના

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસ જણાવ્યું કે દુનિયામાં કોરોના સંક્રમણના સાચા આંકડાઓ અત્યાર સુધી સામે આવેલા મામલાઓથી ક્યાંય વધુ હોઇ શકે છે. તેમણે આડકતરી રીતે એમ પણ કહી દીધું કે અનેક દેશો કોરોના સંક્રમણના સાચા આંકડાઓ જાહેર કરતા નથી. તેમના મતે કુલ 6 પૈકી 5 ક્ષેત્રો એવા છે કે જ્યાં કોરોના સંક્રમણન મામલાઓ સરેરાશ 80 ટકા જેટલા વધી ગયા છે. તેમાં પણ 4 સપ્તાહમાં જ આ આંક બમણો થયો છે. આ દરમ્યાન આફ્રિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અંદાજે 80 ટકાનો વધારો થયો છે.

HIV

વિશ્વ આરોગ્ય સંસ્થા આ આંકડાઓ વધવા પાછળ ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર ગણે છે. સંસ્થાના નિષ્ણાંતો ડેલ્ટા વેરિયન્ટના આટલા ઝડપથી ફેલાવવા પાછળના કારણો જાણવાના પ્રયાસમાં લાગ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે… કોરોનાના 4 એવા વેરિયન્સ છે જે સૌ માટે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી વાયરસના ફેલાવાના પ્રભાવનને અટકાવી નહીં શકાય ત્યાં સુધી તેના વેરિયન્ટ પણ સામે આવતા રહેશે.

ડોક્ટર ટ્રેડોસે જણાવ્યું કે કોરોનાના કેસો વધવાનું એક મુખ્ય કારણ ઓછું ટેસ્ટિંગ પણ છે. અમીર દેશોની સરખામણીએ પછાત કે નીચી આવક ધરાવતા દેશોમાં ફક્ત 2 ટકા જ પરિક્ષણ થઇ રહ્યા છે… જેના કારણે કોરોના પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને તેના વેરિયન્ટમાં થઇ રહેલા ફેરફારને સમજવામાં મુશ્કેલી પડી રહી છે. વિશ્વના 29 દેશો એવા છે કે જ્યાં કોરોનાના કેસો વધવાને કારણે ઓક્સિજનની તંગી પ્રવર્તી રહી છે… બીજી તરફ અનેક દેશોમાં ફ્રન્ટલાઇન વર્કર્સ પાસે જરૂરી ઇક્વિપમેન્ટસ પણ નથી. આવા દેશોને જરૂરી તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે.

READ ALSO

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!