GSTV

મહામારી / કોરોનાને લઈને WHOએ આપી ચેતવણી, 20 લાખ લોકોના નીપજી શકે છે મોત

દૂનિયાભરમાં કોરોના વાયરસથી થનારા મોતનો આંકડો 20 લાખને વટાવી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાત કરી છે. WHOનું કહેવું છે કે, એક સફળ વેક્સિન મળવી અને વ્યાપક સ્તર ઉપર લોકોને વૈક્સિન દેતા પહેલા કોરોનાથી થનારી મોતનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.

WHOનું કહેવું છે કે, જો મહામારી રોકવા માટે સંગઠિત થઈને કોઈ પગલા નહીં ઉઠાવવામાં આવે તો મોતનો આંકડો 20 લાખથી વધારે થઈ શકે છે. જણાવી દઈએ કે અત્યારસુધીમાં દૂનિયામાં કોરોના સંક્રમણના કેસ 3 કરોડ 27 લાખથી વધારે આવ્યાં છે.

માઈક રયાનનું કહેવું છે કે આપણ હજી ત્રાસદીથી કોઈ પણ રીતે બહાર નથી નીકળી શક્યાં. તેણે કહ્યું કે, નવા કેસોને લઈને યુવાઓને દોષ દેવો જોઈએ નહીં. તેણે કહ્યું કે, આશા છે કે એક બીજા ઉપર આંગળી ચીંધીએ નહીં. માઈક રયાને કહ્યું કે, ઘરોમાં થનારી પાર્ટીઓથી મહામારી વધી રહી છે. જેમાં દરેક ઉંમરના લોકો શામેલ છે.

કોરોના વાયરસથી અમેરિકામાં 2 લાખ 8 હજારથી વધારે, ભારતમાં 93 હજારથી વધારે, બ્રાઝીલમાં 1 લાખ 40 હજારથી વધારે અને રશિયામાં 20 હજારથી વધારે લોકોના મોત નીપજી ચુક્યાં છે. સૌથી વધારે સંક્રમણના મામલે અમેરિકા ટોપ ઉપર છે. જ્યાં કુલ કેસ 72 લાખને પાર થઈ ગયા છે. તો બીજા નંબર ઉપર ભારત છે જ્યાં અત્યારસુધીમાં 59 લાખ કેસ સામે આવ્યાં છે.

એક રિપોર્ટ પ્રમાણે WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઈક રયાને કહ્યું છે કે, 20 લાખ મોતોનું માત્ર આકલન જ નથી. પરંતુ જો આવું થવાની આશંકા ઘણી વધારે છે. કોરોના વાયરસની સામે આવ્યાં બાદ અત્યાસુધીના વિતેલા 9 મહિનામાં કુલ 9.93 લાખ લોકોના મોત નીપજી ચુક્યાં છે.

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!