GSTV
Gujarat Government Advertisement

લક્ષણો વગરના દર્દીઓમાં ચિંતાજનક રીતે થઈ રહ્યો છે વધારો, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 181 લોકો કોરોનામાં સપડાયા

Last Updated on July 23, 2020 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાના કેસના આંકડા એક સમયે ઘટયા બાદ ફરી ઉછાળો આવતા દહેશત વધી છે. જો કે મોટા ભાગના કેસો એ- સિમ્ટોમેટિક હોવાથી લોકો ઘેરબેઠા સારવાર લેવાનું પસંદ કરતા થયા છ જેના કારણે હોસ્પિટલોમાં ધસારો ઘટયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 181 લોકો કોરોનામાં સપડાયા


જો કે ગંભીર પ્રકારના દર્દીઓને આઇસીયુ બેડ મળતો નથી તે બાબત પણ એટલી જ સાચી છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 181 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમ્યાન આજે કરૂણ મૃત્યુ થયેલા છે જ્યારે સાજા થયેલા 195 લોકોને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.પોતાની સોસાયટી કે ફ્લેટમાં તેમજ નજીકના વિસ્તારોમાં કોરોનાના કેસો આવવાનું શરૂં લોકો સ્ટ્રેસ, તણાવઅને ભય અનુભવવા માંડે છે. પોતાના કુટુંબમાં કોરોના થશે તો તેવો ફોબિયા, હતાશા, નોકરી વ્યવસાયની સતત રહેતી ચિંતાના કારણે લોકો ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યા છે. આત્મહત્યાના કિસ્સા પણવધવા માંડયા છે.

કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ ? 
મધ્ય ઝોન278
ઉત્તર ઝોન463
દક્ષિણ પશ્ચિમ ઝોન514
પશ્ચિમ ઝોન558
ઉત્તર પશ્ચિમ ઝોન485
પૂર્વ ઝોન467
દક્ષિણ ઝોન439
કુલ3204

આ સંજોગો વચ્ચે માનસિક તણાવથી ઘેરાયેલા રહેતા લોકોને માર્ગદર્શન આપવા મ્યુનિ. તંત્રએ સાયકોલોજિકલ હેલ્પ લાઇન સાંત્વના શરૂ રી છે. જેનો નંબર અગાઉ 1100 જાહેર કરાયેલો તે હવે બદલાઈને 14499 થયો છે. સવારના 9થી રાતના 9 દરમ્યાન કાર્યરત રહેનારી આ હેલ્પ લાઇન પર મહિલા મનોચિકિત્સકો પણ હાજર રહેશે, જે મહિલાઓને માર્ગદર્શન આપશે.

ત્યારે બીજી તરફ અમદાવાદની સ્થિતિ અન્ય શહેરો કરતા પ્રમાણમાં નિયંત્રણમાં હોવા છતાં સુરત તેમજ સૌરાષ્ટ્રના શહેરોમાં રોજેરોજ વધી રહેલા કોરોનાના દર્દીઓના આંકડાઓએ નવી ચિંતા પેદા કરી છે. કોમ્યુનિટી સ્પ્રેડિંગનો તબક્કો પણ શરૂ થઈ ગયાનું કેટલાક તબીબો જણાવ છે. આ તમામ સંજોગો જોતાં આવનારા દિવસોમાં અમદાવાદની સ્થિતિ પણ બગડવાની ભીતિ પેદા થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાસવાન ગયા પાવર પણ ગયો: ચિરાગ-પશુપતિ આમને સામને, બન્નેએ એકબીજાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

Pravin Makwana

રસીકરણ: કોરોનાથી થતાં મોતના જોખમ સામે રસી લીધા બાદ મોતનું જોખમ નગણ્ય, લાખો લોકોમાં ફક્ત એકના મોતની કેન્દ્રએ કરી પુષ્ટી

Pravin Makwana

વિશ્વની મહાસત્તાઓમાં પરમાણુ હથિયારો ઘટાડવાની ચર્ચા વચ્ચે ચીન, ભારત અને પાકિસ્તાનની શસ્ત્રો વધારવા સ્પર્ધા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!