GSTV

ભારતમાં દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત, ઈતિહાસના પાને નોંધાશે આજનો દિવસ

ભારતમાં દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત પીએમ મોદીએ કરાવી. દેશમાં 3 હજારથી વધુ કેન્દ્રો તૈયાર કરાયા છે. જેમાં પ્રથમ દિવસે ત્રણ લાખ છસ્સોા સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાવામાં આવી. સરકારે 10.65 કરોડ ડોઝ વિવિધ રાજયોને મોકલ્યા છે. જેથી દેશના વિવિધ રાજ્યમાં રસીકરણનોપ્રારંભ થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધનની હાજરીમાં દિલ્હી એઈમ્સથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ. અહીં કોરોના વોરિયર્સન અને સફાઈ કર્મી મનિષ કુમારને રસી આપવામાં આવી.

દિલ્હીમાં એઈમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાએ કોરોનાની રસી લીધી.. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન હાજર રહ્યા હતા. દિલ્હી એઈમ્સમાં પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. જે બાદ 50 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું આયોજન કરાયુ છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કારાવ્યો. સીએમ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, કોરોના સામેની લડાઈમાં રસી આપણને મદદ કરશે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથે કોરોનાના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેઓ લખનઉમાં આવેલી બલરામપુર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ રસીકરણ અભિયાનની શરૂઆત કરાવવા માટે મોહાલી પહોંચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં સિવિલ હોસ્પિટલમાં પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી.

પશ્વિમ બંગાળના કોલકત્તામાં રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. કોલકત્તા મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટરે પહેલા રસી લીધી. પશ્વિમ બંગાળમાં રસીકરણ માટે તમામ જિલ્લામાં સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે.

ઉત્તરાખંડના દહેરાદુનમાં પણ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે દૂન મેડિકલ કોલેજમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જ્યાં તેમની હાજરીમાં પ્રથમ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી.

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. શ્રીનગર સિવિલમાં કોરોના વોરિયર્સની યાદી પ્રમાણે રસી આપવામાં આવી. રસીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ છે. પહેલા કોરોના વોરિયર્સ અને બાદમાં 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ છે,.

લેહ લદ્દાખમાં પણ રસીકરણનો પ્રારંભ થયો છે. અહી આઈટીબીપીના જવાનને કોરોનાની રસી આપવામાં આવી.. લેહની પોસ્ટ પર દેશની સીમાની રક્ષા કરતા જવાનને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલએ પણ કોરોનાની રસી લીધી છે. જે અંગેનો એક વીડિયો તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યો. દેશમાં પ્રારંભ થયેલા રસીકરણના અભિયાન અંગે જણાવ્યુ હતુ કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયુ છે. જે દેશ માટે ગર્વની બાબત છે. રસીકરણના આ અભિયાનમાં કોવિશિલ્ડ મહત્વનો ભાગ પણ છે. સિરમના કર્મચારી સાથે મે પણ કોરોનાની રસી લીધી છે.

READ ALSO

Related posts

ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી

pratik shah

શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા

pratik shah

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!