GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મુંબઈમાં 30 હજાર તો મહારાષ્ટ્રમાં 50 હજારનો આંક થયો પાર, હજુ 34 હજારથી વધુ છે એક્ટિવ કેસ

  • દેશના કુલ કેસના 22 ટકા પોઝીટીવ ફક્ત મુંબઈમાં થયા
  • મહારાષ્ટ્રમાં સાજા થનારા કરતાં પણ અન્ય રાજ્યોમાં છે ઓછા કેસ
  • દેશમાં 1.40 લાખ નજીક પહોંચ્યો આંક
  • મુંબઈમાં 1635 લોકોએ કોરોનાથી ગુમાવ્યો છે જીવ


દેશમાં કોરોના સંક્રમણના આંક 1.40 લાખ નજીક પહોંચી ગયો છે. કોરોના મહામારીના આંક સતત વધી રહ્યા છે. દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલુ છે ત્યારે પણ દેશમાં સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. ભારતમાં સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 50 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધારે સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્રમાં મોતનો આંક પણ 1635 થઈ ગયો છે. તો મહારાષ્ટ્રમાં અત્યારે 50231 લોકો પોઝીટીવ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 14,600 લોકો સાજા થયા છે. જ્યારે 34 હજાર કરતાં પણ વધુ કેસ હજુ પણ એક્ટિવ છે. મહારાષ્ટ્રમાં જેટલા લોકો સાજા થયા છે તેનાથી પણ ઓછા લોકો અન્યરાજ્યમાં પોઝીટીવ થયા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનની કડક અમલવારી છતાં આર્થિક રાજધાની મુંબઈમાં પણ કેસ સૌથી વધારે છે.

Corona

દેશના 36 ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા

દેશમાં તામિલનાડુ સિવાય અન્ય તમામ રાજ્યોના કેસો કરતાં મહારાષ્ટ્રમાં સાજા થનારાની સંખ્યા વધારે છે. મહારાષ્ટ્રમાં 14600થી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમણ મુંબઈમાં નોંધાયું છે. મહારાષ્ટ્રના કુલ એક્ટિવ કેસ જેટલા કેસો લગભગ મુંબઈમાંથી નોંધાયા છે. મુંબઈમાં પોઝીટીવ કેસનો આંક 30 હજારને પાર થયો છે. દેશમાં કુલ કેસના 22 ટકા કેસ ફક્ત મુંબઈમાં નોંધાયા છે.દેશના 36 ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આમ મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં થયેલા કુલ મોતના 1635 મોત ફક્ત મહારાષ્ટ્રમાં થયા છે. મુંબઈમાં 30 હજાર કેસ વચ્ચે 1 હજાર જેટલા લોકોના મોત થયા છે. મુંબઈમાં હજુ 22471 કેસ એક્ટિવ છે. જે અન્ય રાજ્યોના કેસ કરતાં પણ ઘણાં વધારે છે.

24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ

દેશમાં કોરોના દર્દીઓના આંકડામાં જોરદાર ઉછાળો આવ્યો છે. 24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ સામે આવ્યા છે અને 154 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સોમવારે સવારે જારી અપડેટ અનુસાર, હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1 લાખ 38 હજાર 845 છે જેમાં 4 હજાર 21 લોકોના મોત નીપજ્યા છે. કોરોનાના સાજા થનાર આંકડા વધીને 57 હજારને પાર પહોંચ્યો છે. હવે અત્યાર સુધી 57 હજાર 721 લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં 77 હજાર 103 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા 50 હજારને પાર છે અને 1635 લોકોના મોત નીપજ્યા છે.

ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 14 હજારને પાર

તમિલનાડુમાં કોરોના દર્દીઓનો આંકડો 16 હજારને પાર કરી દીધો છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા 16 હજાર 277 છે અને 111 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 858 લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 13 હજાર 418 થઈ ગયા છે. જેમાં 261 લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા 7 હજારના પાર છે અને અહીં 163 લોકોના મોત થઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશમાં દર્દીઓનો આંકડો 6665 છે અને 290 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 6268 થઈ ગયા છે જેમાં 161 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળમાં દર્દીઓનો આંકડો 3667 થઈ ગયા છે, જેમાં 272 લોકોના મોત નીપજ્યા છે જ્યારે પંજાબમાં દર્દીઓની સંખ્યા 2060 છે જેમાં 40 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!