Last Updated on April 8, 2021 by pratik shah
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ બાદ હવે મંજુશ્રી હોસ્પિટલ પણ ફૂલ થવાના એંધાણ છે. મંજુશ્રી હોસ્પિટલમાં હવે ફક્ત 168 બેડ ખાલી હોવાથી સાંજ સુધીમાં મંજુશ્રી હોસ્પિટલ ફૂલ થઇ શકે છે. અહીં અમદાવાદ તેમજ બહારથી દર્દીઓ આવી રહ્યા છે… જેના કારણે બુધવાર રાત્રિ સુધીમાં જ મંજુશ્રી હોસ્પિટલના 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે. મંજુશ્રી હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે દર્દીઓને સારામાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થા અમે કરી રહ્યા છે.પરંતુ હવે માસ્ક સિવાય કોઇ ઓપ્શન નથી તે લોકો સારી રીતે સમજી જાય તે જરૂરી છે તેમ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું.

- સિવિલ હોસ્પિટલમાં કોરોના કહેર
- મંજુશ્રી હોસ્પિટલ ફૂલ થવાના એંધાણ
- આજે સાંજ સુધીમાં ફૂલ થઇ શકે છે હોસ્પિટલ
- હવે માત્ર મંજુશ્રી હોસ્પિટલમાં 168 બેડ ખાલી
- અમદાવાદ અને બહારથી દર્દીઓ આવી રહ્યા છે

હવે માત્ર મંજુશ્રી હોસ્પિટલમાં 168 બેડ ખાલી
- ગઈકાલે રાત સુધીમાં મંજુ શ્રી હોસ્પિટલના 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે
- અમે વ્યવસ્થાઓ કરી રહ્યા છે, સારામાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે – ડૉ.રાકેશ જોષી
- 1200 બેડ હોસ્પિટલ ફૂલ થઇ ચૂકી છે જેના કારણે મંજુ શ્રી હોસ્પિટલ માં દર્દીઓ ખસેડવામાં આવી રહ્યા છે – ડૉ.રાકેશ જોષી
- હવે માસ્ક સિવાય કોઈ ઓપ્શન નથી લોકો સારી રીતે સમજી જાય – ડૉ.રાકેશ જોષી
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના ફરી એક વખત રેકોર્ડબ્રેક ૮૦૪ કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી વધુ છ લોકોના મોત થયા છે.શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ મળીને કોરોનાના ૭૩૩૨૩ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી છે.
એકિટવ કેસની સંખ્યા વધીને ૨૫૮૯ ઉપર પહોંચવા પામી
શહેરમાં બુધવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ ૮૦૪ કેસ નોંધાયા છે.બુધવારે છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨૩૩૩ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં બુધવારે ૪૩૯ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૬૮૦૪૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૫૮૯ નોંધાવા પામી છે. અમદાવાદ શહેરમાં વકરતી જતી કોરોના સંક્રમણની પરિસ્થિતિની વચ્ચે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં આવેલા કુલ બેડ પૈકી ૭૮ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે.ઉપરાંત દર્દીઓ માટે રાખવામાં આવેલા આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટરના બેડ પણ ફૂલ થવા લાગ્યા છે.

શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે કુલ ૩૩૯૦ બેડ ફાળવવામાં આવ્યા છે.આ પૈકી ૨૫૩૦ બેડ ઉપર કોરોનાના દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સીવીલ હોસ્પિટલ ખાતે લોકોની ઈમ્યુનિટીમાં વધારો થાય એ માટે આયુર્વેદિક ઉકાળા ઉપરાંત દવાઓ અને હોમિયોપેથી દવાઓ વિતરણ માટે તૈયાર કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં લોકો સુધી આ દવાઓ આયુષ વિભાગ અને સોલા સીવીલ હોસ્પિટલ દ્વારા પહોંચતી કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
