GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોનાનું કાળચક્ર: દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા 7 લાખને પાર પહોંચી, છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ કેસો નોંધાયા

Corona

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે દેશમાં કોરોનાના નવા 21,529 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા સાત લાખને પાર થઈ ગઈ છે. વધુ 456ના મોત થયા હતા, તે સાથે કુલ મૃત્યુ આંક 20,139 થયો હતો. અત્યાર સુધીમાં એક કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે. બીજી તરફ ચાર લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ કેસો નોંધાયા

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 21,529 કેસ નોંધાયા છે. એ સાથે જ કોરોનાના દર્દીઓનો આંકડો સાત લાખને પાર થયો હતો. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 7,11,878 થઈ ગઈ છે. એમાંથી 4,36,373 દર્દીઓ સાજા થયા હતા. એક દિવસમાં જ 13,787 દર્દીને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. કુલ 60 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા હોવાનું આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. શરૂઆતના 110 દિવસમાં કોરોનાના દર્દીઓનો આંકડો એક લાખે પહોંચ્યો હતો. એ પછીના 48 દિવસમાં આંકડો સાત લાખને પાર થયો હતો. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલી ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 2.53 લાખ છે.

કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 7,11,878 પર પહોંચી

આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ એક કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ થયું હતું. છેલ્લાં 24 કલાકમાં 3.46 લાખ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટની સંખ્યા 1,01,35,525 થઈ હતી. મંત્રાલયના નિવેદનમાં કહેવાયું હતું કે વધુમાં વધુ સેમ્પલ ટેસ્ટ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. કેન્દ્ર સરકારની ટેસ્ટ, ટ્રેસ અને ટ્રીટની થીયરી પ્રમાણે વધુમાં વધુ ટેસ્ટ કરીને સંક્રમિતોને તુરંત સારવાર મળે તે દિશામાં આરોગ્ય વિભાગ ભરલા ભરે છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે 788 સરકારી અને 317 ખાનગી લેબમાં કોરોનાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દરમિયાન પ્લાઝમા થેરાપીથી ઈલાજ કરવા માટેના પ્રયાસો તેજ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં વધુ લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની વિનંતી કરી હતી. જે દર્દીઓ કોરોનામાંથી સાજા થાય તે સાજા થયા પછીના 14 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

વેક્સિન માટે 15મી ઓગસ્ટનો લક્ષ્યાંક અવ્યવહારૂ : ઈન્ડિયન સાયન્સ એકેડમી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચે કોરોનાની દવા માટે 15મી ઓગસ્ટ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. 15મી ઓગસ્ટે કોરોનાની દવા લોંચ કરવાના લક્ષ્યાંક બાબતે ઈન્ડિયન સાયન્સ એકેડમીએ કહ્યું હતું કે આ રીતે દવા માટે સમયમર્યાદા નક્કી કરવાની વાત વ્યવહારૂ નથી. બેંગ્લુરૂ સ્થિત ઈન્ડિયન સાયન્સ એકેડમીએ કહ્યું હતું કે એક વેક્સિનને અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેની અસર માપવામાં પણ સમય લાગી શકે છે.

પરિસ્થિતીમાં સમયમર્યાદા નક્કી કરવાથી ઉતાવળ થવાની શક્યતા

આવી પરિસ્થિતીમાં સમયમર્યાદા નક્કી કરવાથી ઉતાવળ થવાની શક્યતા છે. જો ઉતાવળે વેક્સિન લોંચ કરી દેવામાં આવશે તો તેનાથી આડઅસરનો ખતરો સર્જાશે. વિજ્ઞાાન અકાદમીએ કહ્યું હતું કે એકેડમિક કે માન્યતા માટેની પ્રક્રિયા ચોક્કસ ઝડપી બનાવી શકાય, પરંતુ વેક્સિનનો જે સૈદ્ધાંતિક અને વૈજ્ઞાાનિક સમયગાળો છે તેમાં અતિ ઝડપ લાવી શકાય નહીં. નિયમિત ઝડપે વેક્સિનના પ્રયોગો થાય એ જ લાંબાંગાળા સુધી કારગત નીવડે છે.

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ચોંકાવનારી વાતચીતનો થયો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!