GSTV

કોરોનામાં ‘લાલ કીડીની ચટણી’ જેવા પારંપરિક ઈલાજના આદેશ નહિ આપી શકીએ, વેક્સિન લગાવો- સુપ્રીમ કોર્ટ

Last Updated on September 10, 2021 by Damini Patel

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે સમગ્ર દેશમાં કોવિડ-19ના ઉપચાર માટે પરંપરાગત ચિકિત્સા અથવા ઘરેલુ ચિકિત્સાનો ઉપયોગ કરવાનો આદેશ નહિ આપી શકે. એની સાથે જ અદાલતે એ અરજી પણ ફગાવી દીધી જેમાં ઘાતક વાયરસના સંક્રમણના ઉપચાર માટે ‘લાલા કીડીની ચટણીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવા અપીલ કરવામાં આવી હતી. જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચુડ, જજ જસ્ટિસ વિક્રમ નાથ અને જજ જસ્ટિસ હિમ કોહલીની પીઠે કહ્યું, ‘જુઓ ઘણા પરંપરાગત ઈલાજ છે, જ્યાં સુધી આપણા ઘરોમાં પણ પરંપરાગત ઈલાજ થાય છે. આ ઉપચારોના પરિણામો પણ તમારે જ ભોગવવાના રહેશે, પરંતુ આપણે સમગ્ર દેશમાં આ લાગુ કરવા નહિ કહી શકીએ.

કોરોના

પંચે ઓડિશાના આદિવાસી સમુદાયના સભ્ય નયધર પધિયાળને કોવિડ-19 વિરુદ્ધ રસીકરણ લગાવવવાના નિર્દેશ આપતા અરજી ખારીજ કરી દીધી છે. અરજીકર્તા તરફથી રજુ થયેલ વકીલ અનિરુદ્ધ સાંગનેરીયાએ કહ્યું કે, ઓડિશા હાઇકોર્ટે અરજી ખારીજ કરી દીધી હતી અને એમના ચુકાદાને પડકાર્યો હતો..

પીઠે જણાવ્યું-ક્યાંથી શરુ થઇ સમસ્યા

પીઠે કહ્યું, ‘સમસ્યા ત્યારે શરુ થઇ જયારે હાઇકોર્ટે આયુષ મંત્રાલયના મહાનિર્દેષક અને વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ(CSIR)ને ત્રણ મહિનાની અંદર લાલા કીડીની ચટણીને કોવિડ-19ના ઉપચાર તરીકે ઉપાયોગિફ્ટ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવા કહ્યું. અમે એને ખતમ કરવા ઇચ્છીએ છે.’

સુપ્રીમ

કોર્ટે કહ્યું, ‘અમે બંધારણની કલમ 136 હેઠળ વિશેષ મંજૂરીની અરજી પર સુનાવણી કરવા માંગતી નથી. એના અંગે મંજૂરી અરજી ફગાવી દેવામાં આવે છે.’ આ અરજીમાં કહેવામા આવ્યું છે કે લાલ કીડી અને લાલા માર્ચને ભેળવી બનાવવામાં આવેલ ચટણી ઓડિશા અને છત્તીસગઢ સહીત દેશના આદિવાસી ક્ષેત્રોમાં તાવ, ખાંસી, ઠંડી, થાક, શ્વાસની સમસ્યા અને અન્ય બીમારીઓની દવાના ઉપયોગમાં કરવામાં આવે છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘લાલ કીડીની ચટણી’ ઔષધિય ગુણોથી ભરેલી હોય છે અને એમાં ફોર્મિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12 અને ઝીંક હોય છે અથવા કોવિડ-19ના ઉપચાર માટે એના પ્રભાવને ઓળખવાની જરૂરત છે.

Read Also

Related posts

Bank Holidays/ જલ્દી પતાવી લો બેન્ક સાથે જોડાયેલ કામ, ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

Damini Patel

સંવિધાન દિવસ પર PM મોદીનું ભાષણ/ જે પક્ષો પોતે જ લોકતાંત્રિક ચરિત્ર ગુમાવી ચૂક્યા છે, તે લોકતંત્રનું રક્ષણ કેવી રીતે કરી શકે છે

Pravin Makwana

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!