દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારા બાદ હવે છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી રહી હોય તેવું રાહત અપાવતું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૩૮૦ નવા કેસ નોંધાયા છે, જે ૧૯ નવેમ્બર બાદ ગુજરાતમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. ગુજરાતમાં કુલ કેસનો આંક હવે ૨,૨૦,૧૬૮ છે. હાલમાં ૧૪૪૯૩ એક્ટિવ કેસ છે જ્યારે ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૯૫ છે.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૩૮૦ નવા કેસ નોંધાયા
‘ગુજરાતમાં ડિસેમ્બર માસના પ્રથમ સાત દિવસમાં ૧૦૩૮૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૬ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૨૮૯-ગ્રામ્યમાંથી ૧૭ એમ સતત બીજા દિવસે ૩૦૬ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૨૩૩૬ છે. બીજી તરફ સુરત શહેરમાંથી ૧૯૧-ગ્રામ્યમાંથી ૩૧ એમ ૨૨૨ સાથે ૧૭ નવેમ્બર બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. સુરતમાં કુલ ૪૫૩૬૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. ‘

સુરતમાં કુલ ૪૫૩૬૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી
વડોદરા શહેરમાં ૧૩૫-ગ્રામ્યમાં ૪૨ સાથે ૧૭૭, રાજકોટ શહેરમાં ૮૯-ગ્રામ્યમાં ૩૯ સાથે ૧૨૮ કેસ સામે આવ્યા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૭૧ સાથે ગાંધીનગર, ૫૮ સાથે પાટણ, ૫૪ સાથે મહેસાણા, ૩૯ સાથે બનાસકાંઠા, ૩૭ સાથે જામનગર, ૩૨ સાથે ભાવનગર, ૨૯ સાથે સુરેન્દ્રનગર, ૨૬ સાથે કચ્છ,૨૨ સાથે મોરબીનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી હવે તાપી-બોટાદ-દેવભૂમિ દ્વારકા-છોટા ઉદેપુર-પોરબંદર-ડાંગ જ એવા જિલ્લા છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક ૧ હજાર સુધી પહોંચ્યો નથી.

તાપી-બોટાદ-દેવભૂમિ દ્વારકા-છોટા ઉદેપુર-પોરબંદર-ડાંગ જ એવા જિલ્લા છે કોરોનાના કુલ કેસનો આંક ૧ હજાર સુધી પહોંચ્યો નથી
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી ૩, અમરેલી-રાજકોટમાંથી ૧-૧ એમ કુલ ૧૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૧૨૮, સુરતમાં ૯૧૬, રાજકોટમાં ૧૮૧, અમરેલીમાં ૨૯ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૮૫% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૩૧૪, સુરતમાંથી ૨૭૬, વડોદરામાંથી ૧૮૬, રાજકોટમાંથીૂ ૧૪૭ એમ રાજ્યભરમાંથી કુલ ૧૫૬૮ દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
અમદાવાદ | 306 | 52336 |
સુરત | 222 | 45361 |
વડોદરા | 177 | 21343 |
રાજકોટ | 128 | 17453 |
ગાંધીનગર | 71 | 7120 |
પાટણ | 58 | 3846 |
મહેસાણા | 54 | 5877 |
બનાસકાંઠા | 39 | 4144 |
જામનગર | 37 | 9534 |
ભાવનગર | 32 | 5363 |
સુરેન્દ્રનગર | 29 | 3097 |
અત્યારસુધી કુલ ૨,૦૧,૫૮૦ દર્દીઓ સાજા થતાં કોરોનાથી રીક્વરી રેટ ૯૧.૫૬% છે. ગુજરાતમાં હાલ ૫,૪૧,૮૭૭ વ્યક્તિ ‘હોમ ક્વોરેન્ટાઇન’ હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૮૮૬૮ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૮૩,૧૦,૫૫૮ છે.
READ ALSO
- રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ