GSTV

VIDEO : ચીનીઓના ચામાચીડિયા અને સાપ ખાવાના શોખ જ છે સૌથી જીવલેણ વાયરસના જન્મદાતા હોવાની આશંકા

તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસથી પૂરી દુનિયામાં ખૌફ છે. ચીનમાં થયેલા તાજા અભ્યાસમાં દાવો કરાઈ રહ્યો છે કે ચામાચિડિયા અને સાંપથી આ વાયરસ મનુષ્યોમાં ફેલાઈ રહ્યો છે. વુહાનમાં ચામાચિડિયાનું સૂપ લોકોમાં ઘણું પ્રિય છે. અત્યાર સુધી આ બીમારીથી ચીનમાં 41 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેજીથી ફેલાઈ રહેલા આ વાયરસથી પૂરી દુનિયામાં ડરનો માહોલ છે. સુરક્ષાના માહોલથી કેટલાય દેશોમાં એડવાઈઝરી જાહેર કરાઈ છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચામાચીડીયાને ખાતી એક મહિલાનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. એ ક્યારનો છે અને ક્યાંનો છે એ ખુલાસો નથી થયો પણ સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. દુનિયાભરમાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે આ ચામાચીડીયા અને ચીની કોબ્રાથી આ વાયરસ ફેલાયો છે. આ વીડિયો જોઈને ઘણા યૂઝર્સે કમેન્ટો કરી છે.

જોકે આ માટે અલગ અલગ દાવા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ભારતે ચીનની રાજધાની પેઈચિંગમાં ગણતંત્ર દિવસને યોજાનારા સમારોહને રદ કર્યો છે. સાથે જ ચીનથી ભારત આવતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં સતર્કતા રાખવા કેટલાક સૂચનો કરાયા છે.

હુબેઈ પ્રાંતના વુહાનથી નિકળેલો વાયરસ ધીરે ધીરે પૂરા ચીનમાં અને પછી દુનિયામાં ફેલાવા લાગ્યો છે. અધિકારીઓએ હુબેઈ પ્રાંતના વુહાન, હુગાંગ, એજાઓ, જિંગિયાન અને ક્વિનજિઆંગ આ પાંચ શહેરોમાં ગુરુવાર સાંજથી સાર્વજનીક પરિવહન બંધ કરી દીધું છે. જેથી વિષાણુ ફેલાતા અટકી શકે. પરંતુ ચિંતાની વાત એ છે કે આ વિષાણુ ધીમે ધીમે ચીનથી અન્ય દેશોમાં ફેલાવા લાગ્યા છે.

જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભૂંકપ જેવી પરિસ્થીતી સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે, હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

12 દેશોમાં સામે આવ્યા આ કેસ

દેશકેસમોત
ચીન130041
થાઈલેન્ડ40
જાપાન10
મકાઉ10
જાપાન20
દક્ષિણ કોરિયા20
તાઈવાન10
અમેરિકા10
સિંગાપોર10
નેપાળ10
ફ્રાન્સ30
ઓસ્ટ્રેલિયા10

બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

ભારતમાં 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન

કોરોના વાયરસથી ભારતમાં પણ જોખમની આશંકા વધી ગઈ છે. 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 7 છે. બીજી બાજુ ચીનના વહુાનમાં શુક્રવારે 15 લોકોના મોત થયા છે. પરિણામે કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 41 થઈ ગઈ છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો. આ એક જ શહેરમાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. જેમાં 3.5 કરોડ લોકોનો સંપર્ક બહારની દુનિયા સાથે કટ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસનું ઈન્ફેક્શન હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયું છે. ફ્રાન્સમાં ત્રણ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

Bansari

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!