GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ચીનમાં કોરોનાવાયરસ પછી આ નવા જીવલેણ વાયરસે દેખા દીધી, એકનું મોત સોશિયલ મીડિયાપર મચ્યો હડકંપ

ચીનમાં કોરોનાવાયરસ પછી એક નવો વાયરસ સામે આવ્યો છે. (hantavirus) આ વાયરસ હંતા વાયરસ તરીકે ઓળખાય છે. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક હોઈ શકે છે, આ વાયરસે એક યુવકનો જીવલીધો છે. કોરાનાવાયરસની મારથી ઝઝૂમી રહેલા ચીનનાં યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિની મોત હંતા વાયરસથી થઈ ગઈ હતી. આ વ્યક્તિ કાર્ય પૂર્ણ કરીને બસ દ્વારા શાંડોગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તે હંતા વાયરસથી ચેપગ્રસ્ત થયો હતો. બસમાં સવાર અન્ય 32 લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. આ જાણકારી બહાર આવ્યા પછી સોશિયલ મીડિયા પર બબાલ મચ્યો છે.

ચીનમાં કોરોનાવાયરસ પછી એક નવો વાયરસ સામે આવ્યો

મોટી સંખ્યામાં લોકો ટ્વિટ કરીને આ ડર જતાવી રહ્યા છે કે કોરોના વાયરસની જેમ આ પણ મહામારીના બની જાય, લોકો કહી રહ્યા છે કે જો ચીનનાં લોકો જાનવરોને ખાવાનું બંધ નહી કરે તો આ સતત પણે થતું રહેશે. આ હંતા વાયરસ ઉંદરનાં સેવનથી થાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાવાયરસનાં કારણે હંતા વાયરસ ઘાતક નથી. કોરાનાવાયરસનાં વિપરીત આ હવાનાં માર્ગે ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીનાં સંપર્કમાં આવવાથી થાય છે.

હંતા વાયરસ તરીકે ઓળખાતો આ વાયરસ જીવલેણ છે

સેંટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશનનાં જણાવ્યા મુજબ ઉંદરોનાં ઘરની અંદર અને બહાર કરવાથી હંતા વાયરસનાં સંક્રમણથી આ આવાયરસ ફેલાય છે. આ વાયરસ જાનલેવા છે. પરંતુ માણસમાંથી બીજા માણસમાં ફેલાતો નથી,જો કોઈ વ્યકિત ઉંદરનાં મળ કે પેશાબને ટચકરે છે અને ત્યાર બાદ પોતાની આંખ, નાક અને મોંને ટચ કરવાથી થાય છે, આ વાયરસથી તાવ, માથામાં દર્દ, શરીરમાં દુખાવો, ઉલ્ટી ફેફસામાં પાણી ભરાવું વગેરે લક્ષ્ણ છે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!