GSTV
Gujarat Government Advertisement

કોરોનાની નવી લહેરમાં 129 જિલ્લાઓ વધારી રહ્યા છે ચિંતા, દરરોજ મળી રહ્યા છે 5 હજારથી વધુ કેસ, મોતનો આંક પણ વધ્યો

કોરોના

Last Updated on May 7, 2021 by Harshad Patel

મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. પરંતુ હવે આ લહેર દેશના બીજા ભાગોમાં પણ ફેલાઇ રહી છે. દેશના 129 જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા એક સપ્તાહમાં દરરોજ પાંચ હજારથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુરૂગ્રામ, કોલકત્તા, દેહરાદૂન જેવા શહેરો નવા કોરોના હોટસ્પોટ બનીને સામે આવી રહ્યા છે.

જ્યાં ચૂંટણીઓ પૂરી થઈ તે 5 રાજ્યોના 6 જિલ્લાઓમાં વધુ કેસ

10 લાખ લોકો પર નવા કોરોના કેસોની સરેરાશની દૃષ્ટીએ ગુરૂગ્રામમાં તે 11 હજાર 695 છે. આ ઉપરાંત કોલકત્તા પણ પ્રતિ મિલિયન વસ્તી પર 9 હજાર 494 નવા કેસની સાથે છઠ્ઠા નંબર પર છે. 8 હજાર 632 નવા કેસની સાથે દેહરાદૂન નવમાં નંબર પર છે. જ્યારે કે શ્રીનગર 11માં નંબરે છે. આ ઉપરાંત ટોપ 20 શેરોમાં અસમના કામરૂપ શહેર અને ચંદીગઢ પણ શામેલ છે. આ 20 જિલ્લાઓમાંથી 6 તે પાંચ રાજ્યોમાં છે જ્યાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી. એક્સપર્ટ મુજબ આ રાજ્યોમાં હજુ પણ કોરોના સંક્રમણની સંક્યા વધી શકે છે.

184 જિલ્લાઓમાંથી 70 જિલ્લાઓ ફક્ત ત્રણ જ રાજ્યોના

દેશના કુલ 184 જિલ્લાઓ એવા છે જ્યાં પ્રતિ 10 લાખની વસતી પર નવા કોરોનાના કેસ વધઆરે છે. એક અઠવાડિયા પહેલા એવા 156 જિલ્લાઓ હતા. જ્યાં કેસ વધારે હતા. આ 184 જિલ્લાઓમાંથી 70 ફક્ત ત્રણ રાજ્યોના જ છે. મહારાષ્ટ્રના 27 જિલ્લા, છત્તીસગઢના 22 જિલ્લા અને કર્ણાટકના 21 જિલ્લામાં પણ કોરોના ચિંતા વધારી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના 13માંથી 12 જિલ્લામાં કોરોનાના નવા કેસ રાષ્ટ્રિય ટકાવારી કરતાં વધારે મળી રહ્યા છે. હિમાચલના પણ 12માંથી 10 જિલ્લામાં નવા કેસ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતની સંખ્યા પણ 26 ટકા વધી છે.

ઝારખંડમાં મોત વધ્યા, બિહાર અને ઉત્તરાખંડમાં વધી ચિંતા

મોત મામલે ઝારખંડમાં સતત બીજા સપ્તાહે સૌથી વધુ મોત થયા છે. રાજ્યમાં કોરોનાની કહેર વચ્ચે 1100 લોકોના મોત થયા છે. 15 દિવસ કરતાં આ 4.3 ગણા વધારે છે. આ ઉપરાંત બિહાર અને ઉત્તરાખંડમાંથી પણ મોતના આંકડા વધુ આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!