GSTV
Gujarat Government Advertisement

નાગરવાડાનો Corona બોમ્બ ફાટયો ના હોત તો આજે વડોદરામાં Coronaના કેસની સંખ્યા ઝીરો હોત

કોરોના

Last Updated on April 11, 2020 by Karan

વડોદરામાં એક તરફ નાગરવાડા વિસ્તારમાં Corona પોઝિટિવના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નડિયાદના ૫૫ વર્ષના Corona પોઝિટિવ દર્દી સાજા થઇ જતા તેમને આજે રજા આપી દેવાઇ હતી. આ દર્દીને લંડનથી આવેલા તેમના મિત્રના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હતો.

લંડનથી આવેલા નિખિલ પટેલને ૨૫મી માર્ચે Corona પોઝિટિવનું નિદાન થતા તેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિખિલ પટેલ લંડનથી દિલ્હી અને ત્યાંથી મુંબઇ આવ્યા હતા અને તેમને રિસિવ કરવા માટે તેમના ખાસ મિત્ર નડિયાદના વિપુલ પટેલ ગયા હતા. મુંબઇ બે દિવસ રોકાયા બાદ બન્ને મિત્રો વડોદરા આવ્યા હતા અને અહી નિખિલ પટેલને Corona પોઝિટિવનું નિદાન થયુ હતુ જેના ચાર દિવસ બાદ વિપુલ પટેલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને પણ દાખલ કરાયા હતા. નિખિલ પટેલને મંગળવારે અને વિપુલ પટેલને આજે રજા આપવામાં આવી હતી.

આ સાથે જ વડોદરામાં પ્રથમ તબક્કામાં નોંધાયેલા Corona પોઝિટિવ ૯ દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયા અને બાકીના સાત લોકો સાજા થઇ જતા રજા આપી દેવાઇ છે. વડોદરામાં પ્રથમ તબક્કામાં છેલ્લો ૯મો કેસ ૨૮ માર્ચે નોંધાયો હતો  તે બાદ પાંચમી એપ્રિલ સુધી એક પણ કેસ નોંધાયા ન હતા. પરંતુ પાંચમી એપ્રિલે નાગરવાડાનો Corona બોમ્બ ફાટયો હતો અને છેલ્લા ૫ દિવસમાં જ નાગરવાડા વિસ્તારમાંથી જ ૪૮ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જો નાગરવાડાનો Corona બોમ્બ ફાટયો ના હોત તો આજે વડોદરામાં Corona પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝીરો થઇ ગઇ હોત.

ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફ માણસો નહિ આકાશના દેવદૂતો છે’ : વિપુલ પટેલ

ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૪ દિવસની સારવાર પછી Coronaમુક્ત થયલા નડિયાદના ૫૫ વર્ષના વિપુલ પટેલ હોસ્પિટલમાંથી વિદાય લેતી વખતે લાગણી થી ગળગળા થઇને બોલી ઉઠયા હતા કે ‘  મને લાગે છે કે આ ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફ એ માણસો નહિ આકાશના દેવદૂતો છે’

તેમણે ઉમેર્યુ હતું કે ‘મારે સહુ થી પહેલા તો ડાક્ટરોની માફી માંગવી છે.મને Corona એટલે શું અને એની ગંભીરતા ની કોઈ ખબર ન હતી અને  ડોક્ટરો મને જે દવા આપતા તેમાની કેટલીક દવાથી થોડી પણ આડઅસર વર્તાય એટલે જાણે કે હું પોતે ડોક્ટરોનો પણ ડોક્ટર હોઉ તેમ તેની સાથે દલીલો કરતો હતો આજે હું મારા એ અવિવેક માટે દિલ થી માફી માંગું છું. હુ એટલુ કહીશ કે અમેઝિંગ અમેઝિંગ…અહીંના ડોકટરો અને સ્ટાફે મને જે રીતે સાજો કર્યો એનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી.આ લોકો પોતાના પરિવારજનો થી અળગા રહી રાત દિવસ ફરજ બજાવે છે.એમને આ રોગ નથી પરંતુ તકેદારી રૃપે એમને સાત દિવસની ફરજ પછી ૧૪ દિવસ કવોરેન્ટાઈન માં રહેવું પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!