GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

દેશમાં 15 માર્ચ બાદ કોરોના વાયરસે પકડી રફ્તાર, 13 દિવસમાં જ સામે આવ્યા 900થી વધારે કેસ

Corona

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 24 લોકોનાં મોત નીપજ્યાં છે. તો સાથેજ, મહારાષ્ટ્ર અને કેરળમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે.  15 માર્ચ સુધીમાં, દેશમાં 100 જેટલા કેસ હતા, પરંતુ આ પછી, કોરોનાએ સ્પીડ પકડવાનું શરૂ કર્યું અને દિવસો પસાર થતાની સાથે તેનો ગ્રાફ સતત વધતો રહ્યો છે. સરકારે કોરોનાની ઝડપી ગતિનો અહેસાસ પણ કર્યો, જેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને એક દિવસ જનતા કરફ્યુ માટે હાકલ કરી. 22 માર્ચે દેશવાસીઓએ ઘરમાં રહીને વડા પ્રધાનની અપીલ સફળ કરી, પરંતુ તે અપૂરતું હતું.

21 દિવસ દેશમાં લોકડાઉન

પીએમ મોદીએ 24 માર્ચના રોજ સાંજે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું અને સમગ્ર દેશમાં 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં લોકડાઉન થયું હતું પરંતુ આ દરમિયાન કોરોના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 15 માર્ચ સુધીમાં, કોરોના દર્દીઓનો આંકડો 100 ની આસપાસ રહ્યો હતો, તે પછીના 13 દિવસમાં 1000ને પાર પહોંચી ગયો. એટલે કે, કોરોના વાયરસની અચાનક રફ્તારે જે ચિંતા વ્યક્ત કરી હતી, તે દરેક પસાર થતાં દિવસની સાથે દેખાઈ પણ રહી છે.

મજૂરોની હિજરત મોટો પડકાર

લોકડાઉન પછી, દેશભરમાં મજૂરોનું તેમના ઘરોમાં સ્થળાંતર કરવું એક મોટો પડકાર બની ગયો છે. દિલ્હી એનસીઆરની હાલત ખરાબ છે, જ્યાં મજૂરો, રિક્ષાચાલકો અને કારખાનાના કામદારો હજારોની સંખ્યામાં પોતપોતાના ગામોમાં પાછા ફરવા નીકળ્યા છે. પરંતુ માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના અન્ય મોટા અને નાના શહેરોમાંથી લોકોનું સ્થળાંતર આ રીતે જ થઈ રહ્યું છે લોકડાઉન વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પરપ્રાંતિય મજૂરોના સ્થળાંતરને અટકાવવા માટે કહ્યું હતુ. આ સાથે, બેઘરો, મજૂરોના રહેવાની વ્યવસ્થા, ખાદ્ય, દવા અને કપડાં આપવાની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

સુપ્રિમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ

લોકડાઉન અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે લોકડાઉન અંગે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં સુપ્રિમકોર્ટને લોકડાઉન દરમ્યાન જનતાને આવવા-જવા માટે ગાઈડલાઈન અને માર્ગદર્શિકા જાહેર કરવા જણાવ્યુ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની અને કટોકટી સેવાઓ માટે બહાર નીકળવાની મંજૂરી આપી છે, પરંતુ આ હોવા છતાં વિવિધ રાજ્યોની પોલીસ શેરીઓમાં લાઠીચાર્જ કરતા લોકો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મેમાં 300 પ્લસ અને જૂનમાં 400 પ્લસની કોરોનાએ પકડી ઝડપ, અમદાવાદ 13 હજારને પાર

Harshad Patel

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!