રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1021 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1013 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3682 પર પહોંચી ગયો છે. તો હાલમાં 71 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,48,585 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,980 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 56,91,372 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,28,935 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,28,678 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 257 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1021
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 1,66,254
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1013
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,48,585
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13,987

જીવનસંધ્યા ઘરડા ઘરમાં 45 વડીલો કોરોના પોઝિટિવ
અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિમાં વધારો થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. અમદાવામાં નારણપુરા વિસ્તારમાં જીવનસંધ્યા ઘરડા ઘરમાં 150 વડીલોનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 45 વડીલો કોરોના પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવનાર વૃદ્ધાઓને સારવાર હેતુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોરોનાના કુલ કેસની સમીક્ષા બાદ મ્યુનિસિપિલના હેલ્થ વિભાગે નારણપુરાના જીવન સંધ્યા ઘરડા ઘરને કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યું છે.

PM મોદીએ ગુજરાતનાં લોકોને કોરોનાથી સાવચેત રહેવા કરી તાકીદ
ગુજરાતની વિવિધ વિકાસ યોજનાના ઇ-લોકાર્પણ દરમ્યાન પીએમ મોદીએ ગુજરાતના તમામ પ્રજાજનોને કોરોનાથી સાવચેત રહેવાની તાકીદ કરી. પીએમ મોદીએ જણાવ્યું કે કોરોનાના સંક્રમણથી બચવા દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનું ચુસ્ત પાલન કરે. જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી કોઇ ઢીલાશ નહી તે સુત્ર પણ પીએમ મોદીએ દોહરાવ્યું.

CR પાટીલની સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાયુ
અબડાસા બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચાર અર્થે પહોંચેલા સી.આર. પાટીલની સભામાં દો ગજની દુરીનુ પાલન ભૂલાયુ હતુ અને સભા સ્થળે લોકો ઉમટી પડ્યા. પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલ પ્રથમ વખત કચ્છની મુલાકાતે ગયા..જ્યાં સભામાં કોવિડ ભુલાયો હોય તેમ જરૂરી સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલાયુ હતુ. પોલીસ જ નિયમના પાલન કરાવવામાં નિષ્ફળ નિવડી હોય તેમ ઉચ્ચ અધિકારીઓ પણ મૂક પ્રેક્ષક બન્યા.
મહારાષ્ટ્રનાં પૂર્વ CM થયા કોરોના સંક્રમિત
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કોરોના વાયરસના શરૂઆતના લક્ષણો દેખાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં શનિવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દેવેન્દ્ર ફડણવીસ આઈસોલેશનમાં જતા રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. દેવેન્દ્ર ફડણવીસ બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપના ચૂંટણી પ્રભારી પણ છે.
READ ALSO
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો