GSTV
Gujarat Government Advertisement

કોરોના સંકટ અંગે સોનિયા ગાંધીએ કહ્યું- સિસ્ટમ નહીં, મોદી સરકાર નિષ્ફળ ગઇ

Last Updated on May 7, 2021 by pratik shah

હાલ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સિસ્ટમ ફેલ નથી થઇ, મોદી સરકાર ફેલ થઇ છે. સોનિયા ગાંધીએ વર્ચ્યુઅલ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, પીએમ મોદી ચૂંટણી જીતવામાં વ્યસ્ત રહ્યાં, તમામ ચેતવણીઓને અવગણવામાં આવી. સોનિયા ગાંધીએ કોરોના સંકટ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માંગ કરી છે. સરકારને લખવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, સરકારે તેની પર કોઇ સાર્થક પ્રતિક્રિયા આપી નથી. આ સરકાર વિરુદ્ધ અમે’ની લડાઇ નથી, પરંતુ  આપણે વિરુદ્ધ કોરોના’ની લડાઇ છે.

સરકાર વિરુદ્ધ અમે’ની લડાઇ નથી, પરંતુ  આપણે વિરુદ્ધ કોરોના’ની લડાઇ

corona

સરકાર વિરુદ્ધ અમે’ની લડાઇ નથી, પરંતુ  આપણે વિરુદ્ધ કોરોના’ની લડાઇ

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સ્થાયી સમિતિઓની બેઠકોની માંગ કરે છે. આ સંકટનો સામનો કરવા માટે સક્ષમ, શાંત અને વિઝનરી નેતૃત્વની જરૂર હોય છે. મોદી સરકારની ઉદાસીનતા અને અક્ષમતાને લીધે રાષ્ટ્ર ડૂબી રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આ આપણી માટે પોતાને એકઠા કરવા અને પોતાના લોકોની સેવામાં ફરી સમર્પિત કરવાનો સમય છે. વેક્સિન અંગે તેમણે કહ્યું કે, બજેટ ૨૦૨૧માં તમામને મફ્ત રસી માટે ૩૫ હજાર  કરોડ રૂપિયા ફાળવવા છતાં મોદી સરકારે ત્રીજા તબક્કામાં રસીની ખરીદી માટે રાજ્ય સરકારોને ભારે દબાણમાં રાખી.

રાજ્ય સરકારોને ભારે દબાણમાં રાખી

સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકારની અસમાન રસીકરણ નીતિ લાખો દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગોની સાથે સાથે-સાથે ગરીબોને બહાર કરી દેશે. મોદી સરકારની નૈતિક જવાબદારી અને લોકો પ્રત્યેની તેની ફરજ જોતાં આ બહુ જ ચોંકવનારું છે.

કોરોના વાયરસ દેશમાં રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે

કોરોના વાયરસ દેશમાં રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4 લાખ 14 હજાર 188 કેસ સામે આવ્યા છે, તો 3 હજાર 915 લોકોનું કોરોનાથી મોત થયું છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 3 લાખ 31 હજાર 507 લોકોને કોરોનાની સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2 કરોડ 14 લાખ 91 હજાર 598 કેસ નોંધાયા છે. બીજી તરફ 1 કરોડ 76 લાખ 12 હજાર 351 લોકો કોરોનાથી મુકત થયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!