દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે.બીજી તરફ દેશની અને વિશ્વની કંપનીઓ વેક્સિન નિર્માણમાં યથાવત રહી છે. ત્યારે બીજી તરફ ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆર તથા નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરાયેલી કોરોના વેક્સિન કોવાક્ષિનનું ક્લિનિકલ ટ્રાયલ આવતીકાલે ૨૬મીથી વિધિવત રીતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થનાર છે. રોજના ૨૦થી૨૫ વોલિન્ટિયર્સને ડોઝ અપાશે અને વેક્સિનેશન તેમજ તેની અસરના ફોલોઅપ સાથે સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે.
રોજના ૨૦થી૨૫ વોલિન્ટિયર્સને ડોઝ અપાશે

ભારતમાં સંપૂર્ણ રીતે તૈયાર થેયલી પ્રથમ કોરોના વેક્સિન કોવાક્ષિનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે કંપની અને આઈસીએમઆરની દરખાસ્તના આધારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની પાંચ હોસ્પિટલને પસંદ કરવામા આવી હતી.

અમદાવાદ અને ગાંધીનગરની પાંચ હોસ્પિટલને પસંદ કરવામા આવી

જેમાં સોલા સિવિલ હોસ્પિટલ, જીએમઈઆરએસ ગાંધીનગર હોસ્પિટલ, બી.જે.મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ તથા એસએમએસ હોસ્પિટલ અને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનો સમાવેશ થાય છે.આ પાંચ હોસ્પિટલમાં ટ્રાયલ થનાર હતુ પરંતુ હાલ માત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જ ટ્રાયલ શરૂ થશે. હાલ કોવાક્ષિન વેક્સિન ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગઈ છે અને કોલ્ડ સ્ટોરેજમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં નીગરાની હેઠળ રાખવામા આવી છે.

વેક્સિન ટ્રાયલ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગઈ
આવતીકાલે સવારે વિધિવત ટ્રાયલ શરૂ થાય તે પહેલા આજે ચેકિંગ માટે એક વોલિન્ટિયરને ડોઝ અપાયો હતો. કુલ એક હજાર વોલિન્ટિયર્સને ટ્રાયલ ડોઝ આપવામા આવશે. રોજના ૨૦થી૨૫ વોલિન્ટિયર્સને જ ડોઝ અપાશે અને ડોઝ આપ્યા બાદ દર મહિને ફોલોઅપ ચેકિંગ માટે બોલાવાશે તેમજ વેક્સિનની અસરો તપાસવામા આવશે.આ સંપૂર્ણ પ્રક્રિયા એક વર્ષ સુધી ચાલશે. સમયાંતરે આઈસીએમઆરની ટીમ પણ ચેકિંગ માટે આવશે.
હાલ બાયોટેક અને આઈસીએમઆરની એક્સપર્ટ ટીમ પણ આવી છે અને જેમના માર્ગદર્શનમાં ટ્રાયલ શરૂ થશે. એક હજારો વોલિન્ટિયર્સ લિસ્ટ પણ તૈયાર કરાયુ છે પરંતુ સ્વૈચ્છિક રીતે કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નામ નોંધાવી શકે છે અને તેના મેડિકલ ચેકઅપ ડોઝ અપાશે. પરંતુ જો વધુ લોકો સ્વૈચ્છીક રીતે ન આવે તો નક્કી કરાયેલા નામોમાંથી વોલિન્ટિયર્સને બોલાવાશે.
READ ALSO
- ગુજરાત કોંગ્રેસનું આજથી મહાજનસંપર્ક અભિયાન શરૂ ,તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં અભિયાન યોજાશે
- હેલ્થ/ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કોથમીર, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત
- 1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર
- અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ગાઢ ધુમ્મસના પગલે 20થી વધુ વાહનોની થઈ ટક્કર
- કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ