રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 954 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1197 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચી ગયો છે. તો હાલમાં 61 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,59,448 લોકો સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,739 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 61,57,811 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,05,903 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,05,796 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 107 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 954
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 175633
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 6
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1197
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 159448
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12451

ઋત્વિજ મકવાણાને થયો કોરોના
ચોટીલા થાન મૂળીના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ ઋત્વિજ મકવાણા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઋત્વિજ મકવાણાની તબિયત સારી ન હોવાથી કોવિડ ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યા. હાલ ઋત્વિજ મકવાણાને હોમ કોરોન્ટાઈન કરાયા છે. તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને ચેક કરાવવાની અપીલ કરી છે. લીમડી સાયલા પેટા ચૂંટણી દરમિયાન સંક્રમિત થયાની આશંકા સેવાય રહી છે.

મોડાસાની જેલમાં 71 કેદીઓને થયો કોરોના
રાજ્યમાં રોજ કોરોનાના એક હજારની આસપાસ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ જેલના કેદીઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. વાત છે જિલ્લાની તો ત્યાં મોડાસા ખાતેની સબજેલમાં એક સાથે 71 કેદીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો. તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યુ હતું. અરવલ્લી જીલ્લામાં કોરોના કેસોનો આકડો સતત વધી રહ્યો છે કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યા 595 પર પહોચી છે. જી તરફ જિલ્લામાં રોજના 100 જેટલા રેપીડ પોજીટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સબ જેલના 138 કેદીઓના આજે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 71 કેદીઓને રેપીડ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો.જેલ અધિકારીઓ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જેલના કેદીઓને વાતરક અને મોડાસા કોવિદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અવ્યા છે.

જેલને મોટી સંખ્યમાં કોરોનાના કેસ સામે આવતા આખરે સલામતીના ભાગ રૂપે જેલને સેનેટાઇઝેશનની કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જેલમાં એક કેદીને રવિવારે તાવ શરદીની તકલીફ થયા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા જેલ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા જેલના બધાજ કેદીઓના ટેસ્ટ કરાવવાનું નકી કરાયા બાદ ટેસ્ટી કામગીરી હાથ ધરવામાં આવતા આ ચોકાવનારી વિગત સામે આવી હતી.
READ ALSO
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ