GSTV
Gujarat Government Advertisement

કોરોના/ આ સેક્ટરમાં એક કરોડ લોકોની નોકરી જવાનો ખતરો, બીજી લહેરે સીઝનને ખતમ કરી નાખી

Last Updated on May 7, 2021 by pratik shah

દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોનાની પહેલી અને હવે બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન થયું હોય તેવા સેક્ટરમાં ટુરિઝમનો પણ સમાવેશ થાય છે. બીજી લહેરે ઉનાળુ વેકેશનની ટુરિઝમની સીઝનને પણ ખતમ કરી નાંખી છે ત્યારે હવે આ સેક્ટરમાં એક કરોડ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના છે.

સેક્ટરમાં એક કરોડ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના

ટુરિઝમ ઈન્ડસ્ટ્રી દેશમાં સૌથી વધુ લોકોને રોજગાર આપતા વ્યવસાય પૈકીનો એક છે. કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન આ ઈન્ડસ્ટ્રીને થયુ છે. કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનના કારણે ટુરિઝમનો વ્યવસાય ઠપ રહ્યો હતો. પહેલી લહેર બાદ સ્થિતિ થોડી સુધરવા માંડી હતી અને લોકો ફરવા જવા માંડ્યા હતા પણ બીજી લહેરે ફરી આ વ્યવસાયને કારમો ફટકો માર્યો છે.

corona

બીજી લહેરે ફરી આ વ્યવસાયને કારમો ફટકો માર્યો

આ સેક્ટરની એક કરોડ નોકરીઓ પર ખતરો જોવા મળી રહ્યો છે. બીજી લહેરના કારણે એડવાન્સ બૂકિંગ પણ રદ થયા છે અને આ સેકટરના લોકો હવે બીજા સેક્ટરમાં નોકરીઓ શોધી રહ્યા છે. હાલત એવી છે કે, ઘણા દેશોએ ભારત સાથે બાયો બબલના કરારો રદ કરી દીધા હોવાથી ફોરેન ટુરિઝમ તો હાલ પુરુતું ખતમ થઈ ગયું છે. ફ્લાઈટો પર પણ રોક લાગી ગઈ છે.

નોકરી

દેશમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન છે અને તેના કારણે ટુરિઝમ પર આધાર રાખતા રાજ્યોની હાલત તો વધારે કફોડી બની ચુકી છે. હવે આ સેક્ટરને ઉગારવા માટે 100 ટકા રસીકરણ જ વિકલ્પ છે તેવું ઘણા જાણકારો કહી રહ્યા છે.

Gujarat Government Advertisement

Related posts

ડ્રેગનની ચાલ / ચીની સૈનિકોના કારણે સરહદ પર તણાવ, ભારતે ખોલી ચીનની પોલ

Zainul Ansari

ધર્માંતરણ કેસ / ઉમર ગૌતમનું ઝાકિર નાઇક સાથેનું કનેક્શન આવ્યું સામે, UP ATSને મળી 33 લોકોની યાદી

Zainul Ansari

દેશના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે મોદી સરકાર, MSME સેક્ટરને લઇ રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!