Last Updated on April 8, 2021 by pratik shah
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ત્યારથી મહારાષ્ટ્ર એપીસેન્ટર બન્યું છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા રકેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તો સાથે જ મૃત્યુઆંક પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથા નવા કેસોના સંખ્યા 50 હજાર પર પહોંચી છે. જેના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ચિંતામાં વધારો થયો છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ચિંતામાં વધારો થયો
ત્યારે આજે પણ કોરોનાના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 59,907 કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા સૌથી વધારે કેસ છે. તો કોરોનાના કારણે 24 કલાકની અંદર 322 લોકોના મોત થયા છે.
કોરોનાના કારણે 24 કલાકની અંદર 322 લોકોના મોત થયા
માત્ર મુંબઇની અંદર આજે 10428 કોરોના કેસ નોંધાયા છે અન 23 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 31 લાખ 73 હજાર 261 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક 56,652 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 57,074 કેસ સામે આવ્યા છે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
