રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ફરી વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 990 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1055 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,747 પર પહોંચી ગયો છે. તો હાલમાં 67 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,61,525 લોકો સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,546 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 63,13,668 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,01,796 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,01,698 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 98 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 990
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 177598
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 7
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1055
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,61,525
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12,336

વડા પ્રધાન મોદી 30 -31 ઓક્ટોબરના રોજ કેવડિયા આવ્યા હતા. તે દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નોંધનિય છે કે કોરોનાના સંક્રમણને કારણે કેવડિયા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર દરેક વ્યક્તિના ત્રણ દિવસના ગાળામાં 5 થી 6 વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમ છતા આ કાર્યક્રમ બાદ સાગબારાના મામલતદાર, નસવાડીના મામલતદાર અને બોડેલીના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ આવતા અનેક સવાલો ઉભા થયા છે. નોંધનિય છે કે આ પહેલા પણ કોરોના ટેસ્ટને લઈને ઘણીવાર સવાલો ઉઠ્યા હતા. અહિ સવાલ એ પણ છે કે જોઈ કોઈ પોઝિટિવ વ્યક્તિ પીએમના સંપર્કમાં આવ્યો હોત તો? આવી બેદરકારી કેમ દાખવવામાં આવી તે પણ એક પ્રશ્ન છે.

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ સંકટ વચ્ચે ગુજરાતમાં હવે તહેવારો શરૂ થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ સર્તક છે. ત્યારે બીજી તરફ દિવાળીના તહેવારો હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે માર્કેટમાં સારી એવી ભીડ જોવા મળી રહી છે. મિઠાઈ, ફરસાણ, કપડાં તેમજ મૉલમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી તકેદારીના ભાગરૂપે સ્ટાફનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

નોંધપાત્ર છે કે આવનાર ગ્રાહકોને કોરોનાનો ચેપ ન લાગે તેમજ ગ્રાહકો પણ ચિંતા વગર દુકાનમાં આવી ખરીદી કરી શકે. ગુરુકુળમાં આવેલી ગ્વાલિયા સ્વીટમાં અમદાવાદ મનપાની ટીમે વેપારીઓ અને તેમના સ્ટાફને કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.
READ ALSO
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ