GSTV

જીવલેણ વાયરસનો કહેર વધ્યો/ નવા 1512 કેસ નોંધાયા અને 14 દર્દીઓના નિપજ્યા કરૂણ મોત

કોરોના

રાજ્ય સરકાર કોરોના પર અંકુશ મેળવવાના ભલે ગમે તેટલા દાવા કરી રહી હોય પરંતુ ગુજરાત પર કોરોનાનો અજગર ભરડો યથાવત્ છે, છેલ્લાં 24 કલાકમાં 1512 કેસ અને 14 મૃત્યુ નોંધાયા છે. આ ઉમેરા સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંક 2,12,769 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 4018 થયો છે. રાજ્યમાં હાલ કુસ 14,813 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આજે અમદાવાદમાં 325, સુરતમાં 252, વડોદરામાં 176, રાજકોટમાં 153, મહેસાણામાં 74, ગાંધીનગરમાં 62, જામનગરમાં 45,બનાસકાંઠામાં 44, ખેડામાં 42, દાહોદમાં 35, કચ્છમાં 28, પાટણમાં 28, મોરબીમાં 27, ભરૂચમાં 26, પંચમહાલમાં 22, જૂનાગઞમાં અમરેલીમાં 20 અને ભાવનગરમાં 18 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંક 2,12,769 પર પહોંચ્યો

ગુજરાત પર કોરોનાનો અજગર ભરડો યથાવત્

રાજ્યના મોટાં શહેરો ઉપરાંત હવે નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના વ્યાપક કેસો છે, જેથી મોટાં શહેરોની સરખામણીએ ત્યાંના લોકોને સ્વાસૃથય સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. આજે અમદાવાદમાં આઠ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક, રાજકોટમાં એક અને સાબરકાંઠામાં એક નોંધાયો છે. રાજ્યમાં અત્યારે 14,813 કેસ એક્ટિવ છે, જે પૈકી 14,720 કેસ સ્ટેબલ અને 93 કેસ વેન્ટિલેટર પર છે. 1512 પોઝિટિવ કેસોની સામે આજે 1570 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક 1,93,938 થયો છે.

આંક

ગુજરાતના જુદાં-જુદાં વિસ્તારોમાં આજની તારીખે કુલ 5,29,704 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,29,531 વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં અને 173 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. આજે માં કુલ 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને વસતીને ધ્યાને લેતા પ્રતિ મિલિયન લોકોએ 1064.40 ટેસ્ટ થઇ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 79,63,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ

pratik shah

‘પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા’: વ્હોટ્સ એપ દ્વારા પરીક્ષાના પ્રારંભે જ આવી ખામી, માત્ર 36 હજાર વિદ્યાર્થીઓ જોડાઈ શકાયા

pratik shah

અમદાવાદ/ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે વર્ગ બેની પરિક્ષાઓ યોજાશે, 13 હજાર 700 ઉમેદવાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!