રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 971 નવા કેસ નોંધાયા છે. જેની સામે 993 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,768 પર પહોંચી ગયો છે. તો હાલમાં 64 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,65,589 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,789 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 65,19,943 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,99,703 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 4,99,613 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 90 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 971
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 181670
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 05
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 993
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 165589
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12313

સાઉથના સુપરસ્ટારને થયો કોરોના
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટિવ થયા છે.. ચિરંજીવીએ પોતે ટ્વીટર પર આ જાહેરાત કરી હતી. જો કે તેણે પોતાના લાખો ફેન્સને ચિંતા નહીં કરવાની અને પોતે યોગ્ય સારવાર લઇ રહ્યો હોવાનું પણ કહ્યું હતું. તેમને કોરોના થયો તેના માત્ર 24 કલાક પહેલાં એ તેલંગણાના મુખ્યપ્રધાનને મળ્યા હતા. ચિરંજીવીએ છેલ્લા પાંચ દિવસમાં પોતાના સંપર્કમાં આવ્યા હોય એવા સૌ કોઇને કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી જાહેરમાં કરી હતી.તેના ટ્વીટના જવાબમાં હજારો ચાહકોએ અન્ના જલદી સાજા થઇ જાઓ એવી વળતી ટ્વીટ કરી હતી. ચાહકોમાં ચિરંજીવી અન્ના તરીકે ઓળખાય છે.

દીવાળીમાં ખરીદી કરવા લોકો બન્યા બેફામ
દીવાળીના તહેવાર માટે અમદાવાદીઓ જે રીતે કોરોનાના ડર વિના – શોસ્યલ ડીસટન્સનો ભંગ કરી ખરીદી કરી રહ્યા છે તે બાબત અમદાવાદ માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ બાબતને અમદાવાદ મહાનગરપાલિકાએ અતીગંભીર ગણાવી છે. જો આ રીતે ખરીદી કરવામા આવશે તો આગામી દિવસોમા કોરોનાના કેસોમા વધારો થવાની શક્યતા આરોગ્ય અધિકારી વ્યકત કરી રહ્યા છે. મહાનગરપાલિકાના હેલ્થ ઓફીસર ડો ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર બને ત્યા સુધી ભીડવાળી જગ્યા પર ખરીદી કરવાનુ ટાળવુ જોઇએ, કેટલાક લોકો હજી પણ માસ્ક વિના ફરી રહ્યા છે. આમ કરવુ એ જોખમી સાબિત થઇ શકે છે. કોટ વિસ્તારમા રવીવારે મોટાપાયે ભીડ જોવા મળી. આવા બજારમા ખરીદી કરવામા આવે છે ત્યારે સંક્રમણની શક્યતા ખુબજ વધી જાય છે. એક સંક્રમીત વ્યક્તી અનેક લોકોને સંક્રમીત કરે છે.જો શહેરીજનો આ રીતે ખરીદી કરશે તો આગામી દિવસોમા ફરી શહરેમા કોરોનાનો ગ્રાફ વધી જશે, ભીડ થતી હોય તેવી જગ્યા પર પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામા આવે છે, જરુર પડશે તો સીલ મારવાની કાર્યવાહી કરવામા આવશે.

દિલ્હીમાં કોરોનાનો કહેર
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની થર્ડ વેવ ચાલી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા. દિલ્હીમાં કોરોનાના નવા સાત હજાર 745 કેસ નોંધાયા છે. જ્યારે 77 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી બીજી વખત દિલ્હીમાં 24 કલાકમાં સાત હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ દાખલ થયા છે. રાજધાનીમાં કોરોના સંક્રમણ દર એટલે કે પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર થયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 42 હજાર થઈ છે. દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 6 હજાર 989 થયો છે.
READ ALSO
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક