રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1091 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1233 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચી ગયો છે. તો હાલમાં 74 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,41,652 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,141 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 53,74,249 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,48,346 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,48,059 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 288 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા – 1091
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 159726
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 9
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1233
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,41,652
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,436

કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો
અમરેલીમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો. કોરોનાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ મહિલાને પ્રસવપીડા શરુ થઇ હતી જેથી ૬ ડોક્ટરોની ટીમે મહિલાની સફળતાપુર્વક ડીલીવરી કરાવી હતી. જો કે મહિલા કોરોનાગ્રસ્ત હોવાથી તાત્કાલિક ત્રણ બાળકોને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પીકપોઇન્ટ પસાર થઇ ચુક્યો છે. અને મહામારી સમાપ્ત થવા તરફ છે. સરકાર દ્વારા બનાવાયેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ તારણ છે. પેનલ મુજબ કોરોના મહામારી ફેબ્રુઆરી-2021 સુધી ખતમ થવાની સંભાવના છે. તેમના મુજબ ભારતમાં કોરોનાની 10.6 મિલિયન એટલે કે એક કરોડ છ લાખથી વધુ કેસ નહીં થાય. હજુ ભારતમાં કોરોનાના કુલ 75 લાખથી વધુ કેસ છે.

એક અંગ્રેજી અખબારે કમિટીને ટાંકીને કહ્યું કે વાયરસથી બચવાને લઇને કરવામાં આવેલા ઉપાય ચાલુ રાખવા જોઇએ. મહામારીનું વલણને મેપ કરવા માટે કોમ્પ્યુટર મોડલ્સનો ઉપયોગ કરાયો છે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને આ સમિતિની રચના કરી હતી. આઇઆઇટી હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરના તેના પ્રમુખ છે.

સમિતિ મુજબ જો ભારતે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ ન કર્યું હોત તો દેશભરમાં 25 લાખથી વધુ લોકોનો જીવ ગયો છે.. નીતિ પંચના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ વી.કે.પોલે પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે ગત ત્રણ સપ્તાહમાં નવા કેસ અને મોતની સંખ્યા ઘટી છે. પરંતુ શિયાળાની સિઝનમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહીં.
READ ALSO
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ
- ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે