GSTV

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 90%ને પાર, છેલ્લાં 24 કલાકમાં 987 દર્દીઓ સાથે 4નાં મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,708 પર પહોંચી ગયો છે. તો હાલમાં 61 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,54,078 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,989 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 59,50,616 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,15,264 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,15,048 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 216 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 987
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો -1,71,040
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 04
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1083
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 154078
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13254

ગુજરાતનાં પૂર્વ CM કેશુભાઈનું થયુ નિધન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુબાપાની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સારી થતાં બે દિવસ પહેલાં જ તેઓને રજા અપાઈ હતી.પરંતુ અચાનક આજે વધુ તબિયત લથડતાં ફરીથી કેશુબાપાને સ્ટર્લિન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટર અક્ષય પટેલ તેમની સારવા કરી રહ્યા હતા. તેમણે ઘણાં પ્રયાસો કર્યા. પરંતુ તેઓને સફળતા ન મળી. કેશુબાપાને હાર્ટએટેક નીસાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેઓને હોસ્પિટલ લવાયા ત્યારે બેભાન અવસ્થામાં જ હતા અને એકાદ કલાકમાં જ તેઓનું નિધન થયું હતું.

AMCની મુખ્યકચેરીમાં 10 કેસ

અમદાવાદ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્યકચેરીમાં કોરોનાના ૧૦ કેસ નોધાતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. પ્લાનિંગ અને ઓડિટખાતાના ૧૦ કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 10 કેસ થયા હોવા છતાં કોર્પોરેશન દ્વારા છઠ્ઠો માળ માઇક્રોકન્ટેનમેન્ટ નહીં કરતા કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે. સામાન્ય રીતે ત્રણ-ચાર કેસ આવે છે ત્યારે કોર્પોરેશન દ્વારા માઇક્રોકન્ટેનમેન્ટ કરવામા આવે છે. પરંતુ પોતાની જ કચેરીમા 10 જેટલા કેસ આવ્યા હોવા છતા કોઇ કાર્યવાહી કરવામા આવી નથી.પ્લીનીંગ ખાતા,ઓડીટ ખાતા સહિતની તમામ ઓફીસ ચાલુ જોવા મળી હતી.

PMનાં કાર્યક્રમમાં હાજર રહેનારા કર્મચારીઓનાં થયા ટેસ્ટ

પીએમ મોદી સી પ્લેનની સવારી કરી અમદાવાદ પહોંચશે. ત્યારે બંદોબસ્ત અને વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર રહેશે. જેઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના પાલડી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે ફાયર વિભાગ, એવિએશન વિભાગ, પોલીસ વિભાગ, ફૂડ અને સેફ્ટી વિભાગ, સફાઈ કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવશે તેમને બંદોબસ્તથી હટાવવામાં આવશે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!