રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1004 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,728 પર પહોંચી ગયો છે. તો હાલમાં 58 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,58,251 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,880 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 61,57,811 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,22,536 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,22,432 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 104 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 875
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 174679
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 04
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1004
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 158251
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12700

ચૂંટણીની ફરજ પર આવેલાં 3 જવાનોને થયો કોરોના
અમરેલીના ધારી ખાતે ચૂંટણીની ફરજ પર આવેલા પેરા મિલિટરી ફોર્સના 3 જવાનોને શંકાસ્પદ કોરોના પોઝિટિવ આવ્યો. ધારી PHC સેન્ટરમાં ચકાસણી દરમિયાન 3 જવાનો શંકાસ્પદ જોવા મળ્યા હતા. વધુ સારવાર અને ટેસ્ટ માટે 3 જવાનોને અમરેલી કોવિડ કેર સેન્ટરે ખસેડાયા હતા.

મોડાસા મામલતદાર કચેરીમાં 3 કર્મચારીઓને થયો કોરોના
મોડાસા મામલતદાર કચેરીમાં 3 કર્મચારીઓને કૉરોના પોઝિટિવ આવતા ઇ-ધરા અને જનસેવા કેન્દ્રનું કામકાજ બંધ કરાયું હતુ. અરજદારોનું ટોળુ ન થાય તે હેતુથી બે કચેરી બંધ કરાઇ. મામલતદાર, નાયબ મામલતદાર અને એક ક્લાર્કનો કૉરોના પોઝિટિવ આવ્યો.

WHOનાં ડાયરેક્ટ થયા ક્વોરેન્ટાઈન
વિશ્વ આરોગ્ય સંગઠનના જનરલ ડાયરેક્ટર ટ્રેડસ અધનોમ ક્વોરન્ટીન થયા છે.તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ પોતાને ક્વોરન્ટીન કર્યા છે..ટ્રેડસ અધનોમે ટ્વીટ કરતા લખ્યુ કે તેઓને એવા વ્યક્તી સાથે સંપર્કમાં આવ્યાની જાણ થઈ છે..જેઓ કોવિડ-19 પોઝિટિવ જણાયા છે..તેમણે કહ્યુ કે તેઓ ઠીક ઠે..અને કોઈ લક્ષણ નથી..પરંતુ પ્રોટોકોલ અંતર્ગત તેઓ સેલ્ફ ક્વોન્ટીન થાય અને વર્ક ફ્રોમ હોમ કામ કરશે..તેઓએ તે વાત પર ભાર મુકતા કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી દિશા-નિર્દેશોનુ પાલન કરવુ જરૂરી છે..જેથી બિમારીના ટ્રાન્સમિસન રેટમાં ઘટાડો નોંધાય. હેલ્થ કેર સિસ્ટમ પર તેનો ઓછામાં ઓછો પ્રભાવ પડે.
READ ALSO
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ