GSTV

એક દિવસનાં ઘટાડા બાદ ફરી કોરોનાનાં કેસમાં ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં 1126 પોઝિટિવ દર્દીઓ સાથે 8નાં મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1126 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1128 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચી ગયો છે. તો હાલમાં 76 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,43,927 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,915 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 54,79,536 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,40,559 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,40,293 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 266 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1126
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 161848
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 08
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1128
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 143927
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14267

રાજકોટમાં 5 દર્દીઓનાં મોત

રાજકોટમાં કોરોના કેરમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જયારે ગત રોજ છ દર્દીઓના મોત થયા હતા..જેથી મોતના આંકડામાં અને પોઝિટિવ કેસમાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે.

કોવિડ વોર્ડમાં તબીબી સ્ટાફે બોલાવી ગરબાની રમઝટ

હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરાની એસએસજીના કોવિડ વોર્ડમાં તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. કોવિડ દર્દીઓએ અને તબીબી સ્ટાફે ગરબાની રમઝટ બોલાવી. તબીબોએ પીપીઈ કીટ પહેરી માં શક્તિની આરાધના કરી હતી. નવરાત્રીમાં દર્દીઓ અને સ્ટાફ ગરબા માણી શકે તે માટે હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

કોવિડની ગાઈડલાઈનનો ભંગ

બનાસકાંઠાના લાખણી તાલુકાના કાપરા પીએચસી સેન્ટર ખાતે કોવિડની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. ખુદ આરોગ્ય કર્મીઓ જ કોવીડ ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળ્યા. શનિવારે યોજાયેલા સમારોહમાં આરોગ્ય કર્મીઓ ડીજેના તાલે ગરબે રમ્યા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના આરોગ્ય કર્મીઓ ગરબે ઘૂમ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah

કોરોનાના કેસ અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના સરકાર પર વેધક સવાલ, શું રાજ્ય સરકારની છે લાપરવાહી!

pratik shah

કોરોનાનો RT-PCR ટેસ્ટ તમામ રાજ્યોમાં 400 રૂપિયામાં થવો જોઈએ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સમક્ષ માંગ્યો જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!