GSTV

ફફડાટ/ 15 દિવસમાં 500નાં મોતનો આક્ષેપ : સાંસદ અને ધારાસભ્યે ખોલી પોલ, ધારાસભ્યે નામ સાથેની યાદી મોકલાવી સરકારને

કોરોના

Last Updated on May 6, 2021 by pratik shah

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ સંકટ વચ્ચે છોટાઉદ્દેપુર જેવા આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સુવિધાની પોલ પહેલા પણ અનેકવખત ખૂલી ચૂકી છે ત્યારે આ વખતે રાજયસભાના સાંસદ,ધારાસભ્યએ મોતના આંકડાઓ છુપાવાતા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યાં સુધી કે ડોકટરની અછતને લઇને ભાજપના જ ધારાસભ્યએ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો છે.

ડોકટરની અછતને લઇને ભાજપના જ ધારાસભ્યએ આરોગ્ય વિભાગને પત્ર લખ્યો

કોરોના

છોટાઉદ્દેપુરમાં કોરોનાની મહામારી મોટું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. કેમકે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના કહેવા મુજબ સરકાર આદીવાસીઓ સાથે ઓરમાયું વર્તન રાખે છે. નારણ રાઠવાનું કહેવું છે કે પૂરતી સુવિધા ન મળવાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે પંદર દિવસમાં 500 જેટલા લોકોના મોત થયા હોવાનું રાજ્યસભાના સાંસદ નારાણભાઈ રાઠવાનું કહેવું છે.

પંદર દિવસમાં 500 જેટલા લોકોના મોત

તો પાવીજેતપુર તાલુકાના ધારાસભ્ય સુખરામ રાઠવા કે જેઓએ જાત તપાસ કરતાં આઠ દિવસમાં લગભગ ફકત કવાંટ તાલુકામાં જ 63 લોકોનાં મોત થયા છે. તેમનો આક્ષેપ છે કે સરકારે યોગ્ય સમયે યોગ્ય પગલાં ન ભરતા અને સગવડતા ન આપતા આદીવાસી લોકોને કમોતે મારવાનો વારો આવ્યો છે. આ મામલે પાલી જેતપુરના ધારાસભ્ય સુકામ જેઠવાએ તેઓએ એક પત્ર પણ લખ્યો છે.

જેતપુરના ધારાસભ્ય સુકામ જેઠવાએ તેઓએ એક પત્ર પણ લખ્યો છે

છોટાઉદેપુરમાં પણ 100 બેડની જ વ્યવસ્થા છે ત્યારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા જેમનું કવાંટ ગામ છે ત્યાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. તેમાં ડોક્ટરનો અભાવ છે ત્યારે તેઓએ આ અંગે પત્ર પણ લખ્યો છે જો કે મોતના આંકડા સામે અધિકારી કંઇપણ બોલવા તૈયાર નથી. તેઓ ફક્ત જણાવી રહ્યા છે લોકોના ઘરે ઘરે જઈને લોકોને આઇડેન્ટીફાઈ કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી મીહિર પટેલે જણાવ્યું હતું.

ઘરે ઘરે જઈને લોકોને આઇડેન્ટીફાઈ કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી મીહિર પટેલે જણાવ્યું

છોટાઉદ્દેપુર જિલ્લાના આંતરિયાળ ગામોમાં આરોગ્ય સુવિધાની પોલ પહેલા પણ અનેક વખત ખુલ્લી ચૂકી છે ત્યારે આ વખતે તો મોતના આંકડાઓ છૂપાવાતા હોવાનો ગંભીર આક્ષેપ થઇ રહ્યો છે ત્યારે સવાલ થાય કે મોટા શહેરોમાં હાલમાં આરોગ્ય સુવિધાઓની પોલ ખુલી છે મોટા શહેરોમાં પણ આરોગ્ય સુવિધાની ઘટને પૂર્ણ કરી શકાતી નથી ત્યારે આદિવાસી આંતરીયાળ ગામોમાં આરોગ્ય સુવિધા ક્યારે પૂર્ણ થશે તે તો ભગવાન જ જાણે.

READ ALSO

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!