GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં Coronaનો આંક પહોંચ્યો દોઢ લાખને પાર : 37 દિવસમાં 50 હજાર કેસ વધ્યા, પ્રથમ 50 હજાર કેસ થતાં થયા હતા 125 દિવસ

કોરોના

રાજ્યમાં corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં corona વાયરસના 1221 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1256 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Covid-19ના કારણે 10 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3560 પર પહોંચી ગયો છે. તો હાલમાં 81 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 13,0897 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 49,61,455 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,94,031 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,93,613 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 418 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દોઢ લાખને પાર થઇ ગયો છે. 19 માર્ચે રાજ્યમાં કોરોનાના 2 કેસ નોંધાયા હતા જે આજે એટલે કે 10 ઓક્ટોબરે દોઢ લાખને પાર થઇ ગયા છે. રાજ્યમાં સંક્રમણ એ હદે વધી રહ્યું છેકે પહેલા 50 હજાર કેસ 125 દિવસમાં એટલે કે 19 માર્ચથી 21 જુલાઈ સુધીમાં નોંધાયા હતા હવે માત્ર 37 દિવસ એટલે કે 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં 50 હજાર જેટલા કેસ નોંધાયા છે. ઓક્ટોબર હજી પૂરો પણ નથી થયો ત્યારે નવેમ્બર અને ડિસેમ્બરમાં શિયાળાની ઋતુ સાથે કોરોના વધારે આક્રમક બની શકે છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1221
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 150415
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 10
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1256
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 13,0897
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 15,958

શરૂનાં 125 દિવસમાં રોજ સરેરાશ 403 કેસ નોંધાયા

19 માર્ચથી 21 જુલાઈ સુધીમાં રાજ્યમાં 50465 Corona પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. જ્યારે 2201 દર્દીનાં મૃત્યુ થયા હતા તો 36405 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. આ 125 દિવસમાં રાજ્યમાં સરેરાશ 403 કેસ નોંધાયા હતા. 19 માર્ચથી 31 મે દરમિયાન લોકડાઉનના 4 તબક્કા હતા. જેમાં Corona થોડોક નિયંત્રણમાં આવ્યો હતો. આ સમયગાળામાં 16794 કેસ નોંધાયા હતા. 1 જૂનથી અનલોકનું તબક્કાવાર અમલીકરણ થતાં કેસોમાં વધારો થયો છે. 1 જૂનથી 21 જુલાઈ સુધીમાં 33671 કેસ નોંધાયા હતા.

અનલોક બાદ સરેરાશ 1138 કેસ નોંધાયા

અનલોક વન બાદ અનેક છૂટછાટો મળી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પ્રતિબંધ હતો, ધંધા રોજગાર ચાલુ થયા. જોકે રાજ્ય અનલોક થતાં જ નાગરિકો અને રાજનેતાઓ બેદરકાર દેખાયા હતા જેના કારણે સંક્રમણનો વ્યાપ વધ્યો હતો. એક તરફ જ્યાં પહેલા 125 દિવસમાં 50 હજાર કેસ નોંધાયા હતા તેની સામે 22 જુલાઈથી 4 સપ્ટેમ્બર એટલે કે 45 દિવસમાં જ રાજ્યમાં નવા 51230 કેસ નોંધાયા હતા. આ દરમિયાન રાજ્યમાં દરરોજ સરેરાશ 1138 કેસ નોંધાયા હતા. 5 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધીમાં એટલે કે માત્ર 36 દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 50 હજાર નજીક પહોંચી ગયો છે. આ 36 દિવસમાં રાજ્યમાં 48720 કેસ નોંધાયા છે. એટલે કે આ દરમ્યાન દરરોજ સરેરાશ 1353 કેસ નોંધાયા છે. જે દર્શાવે છેકે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

રાજકોટમાં Coronaથી 12 દર્દીનાં મોત

રાજકોટમાં Coronaથી આજે 12 દર્દીઓના મોત થયા હતા. જે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે 10 દર્દીઓના મોત થયા હતા. જેમાં ડેથ ઓડિટ કમિટી રિપોર્ટ અનુસાર 1નું મોત કોરોના કારણે નીપજ્યું હતું.

ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ

ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યા અને ગાયક કલાકાર કિંજલ તથા કાર્યક્રમના આયોજક વિરૂદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી. ડીસાના ડેડોલ ગામે ખાત મુહૂર્તના જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બંનેની હાજરીના કારણે ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને  કાર્યક્રમમાં સોશ્યિલ ડિસટન્સના આદેશોનું જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ.

Corona મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી

Corona મુદ્દે દાખલ થયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. હાઇકોર્ટે આરોગ્ય વિભાગની ખાલી જગ્યા મુદ્દે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે Coronaની મહામારીમાં આરોગ્ય વિભાગમાં 50 ટકા ખાલી જગ્યા ભરવા સરકારે શું કર્યું. સરકારે બનાવેલી 5 સનદી અધિકારીની કમિટીએ હોસ્પિટલમાં સ્થિતિ સારી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે. ત્યારે કોરોના અંગે આઇસીએમઆરે વારંવાર નીતિ બદલતા કોર્ટ ખફા થઇ છે

બનાસકાંઠામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના સરેઆમ ધજાગરા

બનાસકાંઠામાં ફરી એક વખત ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવ્યા. દાંતીવાડાના ડાગિયા ખાતે બનાસ ડેરીના નિયામક મંડળના સ્વાગત કાર્યક્રમમાં સરકારના આદેશની ઐસીતૈસી કરી પંદરસોથી વધુ લોકો એકઠા કરવામાં આવ્યા.

READ ALSO

Related posts

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

Zainul Ansari

VNSGUની ચૂંટણી બની લોહિયાણ / વિદ્યાના ધામમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, ABVP અને આપની વિદ્યાર્થી પાંખ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Zainul Ansari
GSTV