GSTV

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

જીવલેણ કોરોનાવાયરસનું સંકટ હવે ટોક્યો ઓલમ્પિક 2020 પર પણ ઘેરાયું છે. સમાચાર એજન્સીનાં અનુસાર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિનાં એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે જો મે અંત સુધીમાં કોરોનાવાયરસ પર નિયંત્રણ નહી થઈ શકે તો ઓલમ્પિક રદ થઈ શકે છે. ત્યારે જાપાન ઓલમ્પિક સમિતિ દ્વારા જણાવામાં આવ્યું કે સમયમાં બદલાવ નહી થાય, પરંતુ ગેમ્સ રદ કરી દેવામાં આવશે.

જીવલેણ કોરોનાવાયરસનું સંકટ હવે ટોક્યો ઓલમ્પિક 2020 પર પણ ઘેરાયું

ઓલમ્પિક ગેમ્સ 24 જુલાઈ શુક્રવારનાં રોજ શરૂ થઈને 9 ઓગસ્ટ રવિવારનાં રોજ યોજાવાના છે. કોરોનાવાયરસનાં કારણે ચીનમાં બોક્સિંગ અને બેડમિંટની ઓલમ્પિક ક્વોલીફાઈંગ મુકાબલો પહેલાજ રદ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)નાં એક શીર્ષ અધિકારીનાં જણાવ્યા મુજબ ચીનમાં કોરોના વાયરસનાં ફેલાયેલા સંક્રમણનાં કારણે ટોક્યો ઓલમ્પિક પર ખતરો મંડરાઈ રહ્યો છે.તે કારણે આયોજન રદ થવાને વધારે અટકળો લાગી રહ્યા છે તે ઉતાવળયો નિર્ણય ગણાશે.

કોરોનાવાયરસનાં કારણે ચીનમાં બોક્સિંગ અને બેડમિંટની ઓલમ્પિક ક્વોલીફાઈંગ મુકાબલો રદ

પરંતુ ચીનમાં અત્યાર સુધી આના પર કાબૂ નથી મેળવી શકાયો. જ્યારે જાપાનમાં પણ 28 લોકો આ વાયરસનાં પગલે ચેપગ્રસ્ત થયા છે. જેમાં એકની મોત થઈ ગઈ છે. ચીન સહિત વિશ્વનાં અન્ય દેશોમાં હાલની સ્થિતિની વાત કરીએતો હાલત અત્યંત વિસ્ફોટક છે. ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર પણ થઈ રહી છે. પરંતુ સારવાર લઈને સાજા થવાની સંખ્યા અત્યંત ઓછી છે.યૂરોપથી લઈને અમેરિકા એશિયા અને હવે આરબ દેશોમાં આ જીવલેણ વાયરસે દસ્તક દીધી છે.

READ ALSO

Related posts

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel

Corona સંકટ: બોલીવુડનો સૌથી મોટો વિલન આવ્યો મદદે,મેડિકલ સ્ટાફની માટે ખોલ્યા પોતાની આલિશાન હોટલના દરવાજા

Bansari

કોરોનાના સંક્રમણને રોકવા માટે અમદાવાદના આ વિસ્તારોમાં ઝડપી, અસરકાર અને બિનજોખમી કામગીરી કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!