GSTV

સત્તાધારી પક્ષમાં પ્રસિદ્ધિ મેળવવા રીતસરની હોડ, જાણો શું છે સમગ્ર વિવાદ- કાર્ય કર્યું અન્ય વ્યકિતએ અને જશ ખાટ્યો ભાજપે!

Last Updated on September 18, 2020 by pratik shah

ભાજપમાં પ્રસિદ્ધિ મેળવવાની કેટલી હદે દોડ છે તેનો પુરાવો જૂનાગઢમાં સામે આવ્યો છે. ભેંસાણના કોંગી આગેવાને કોરોનાકાળમાં ગાંઠના ખર્ચે 19 લાખ જેટલી રકમ ખર્ચી સેવાયજ્ઞ કર્યો હતો. પરંતુ આ સેવાયજ્ઞના ફોટા ભાજપે પોતાની કામગીરીમાં દર્શાવી ખોટેખોટો જશ ખાટી લેતા ભારે વિવાદ સર્જાયો છે.

સત્તાધારી પક્ષમાં પ્રસિદ્ધિ મેળવવા રીતસરની હોડ, જાણો શું છે સમગ્ર વિવાદ

જૂનાગઢના પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં સેવા એ જ સંગઠન નામની ઈ-બુક નું લોન્ચિંગ કરવામાં આવ્યું… જેમાં કોરોના કાળમાં અને લોકડાઉન દરમિયાન ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ જે કાંઈ સેવાકીય કાર્ય કર્યા હોય તેના ફોટો છાપવાના હતા… પરંતુ ભાજપે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લાખો રૂપિયાના ખર્ચે અન્ય વ્યક્તિએ કરેલ કાર્યને પોતાના નામે ચડાવી દીધું હોવાનો આક્ષેપ ભેંસાણના કોંગી આગેવાન નિતીન રાણપરીયાએ કર્યો છે.

કેમકે ભેંસાણ તાલુકાના કાર્યકરોની કામગીરી અંગે સેવા એ જ સંગઠન નામની બુકમાં છપાયેલા ફોટોમાં નિતીન રાણપરીયાનો સેવાયજ્ઞ.કાર્યક્રમનું સ્થળ અને ખુદ નીતિન રાણપરીયા પણ જોવા મળી રહ્યા છે… પરંતુ ભાજપે કોંગી આગેવાનની આ કામગીરીને પોતાના નામે ચઢાવી દીધી.

Related posts

વાઇરલ વિડીયો / રિંછે અનોખી રીતે ખાધુ કોળુ, સોશિયલ મીડિયામાં છવાઈ ગયો વીડિયો

Vishvesh Dave

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!