દેશમાં કોરોનાનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે રાજસ્થાનનું આ શહેર, 45માંથી 19 કેસ ફક્ત આ વિસ્તારના તબાહી મચાવનાર કોરોના વાયરસથી બચવા માટે સરકારે ખૂબ જ સખ્તાઈથી પગલાં ભરી રહી છે. ભલે લોકડાઉન જેવા મહત્ત્વના પગલા ભર્યાં હોય પરંતુ કોરોનાનો કહેર પણ તેની તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. ભારત સરકારના લાખો ઉપાય છતાં રાજસ્થાનના ભીલવાડાની હાલત ખૂબજ ભયભીત કરે તેવી છે. ભીલવાડાને ભારતનું ઈટલી કહો તો પણ કંઈ ખોટું નથી. હાલમાં જે રીતે covid -19 કોરોનાનો રોગ પોતાનું સંક્રમણ ફેલાવી રહ્યો છે તે જ ઝડપથી રાજસ્થાનના ભીલવાડામાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. રાજસ્થાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 45 કેસો સામે આવ્યા છે તેમાં 21 કોરોના પોઝીટીવ એકલા ભીલવાડા જિલ્લામાંથી છે. મહેલ અને કિલ્લાઓ માટે પ્રખ્યાત ભારતની પર્યટક રાજધાની મનાતા રાજસ્થાનમાં કોરોનાથી પહેલું મોત ભીલવાડામાં થયું હતું. 19 માર્ચે સૌથી પહેલો કેસ આવ્યો હતો. બાંગડ હોસ્પિટલના ડોક્ટર આલોક શર્મા સહિત 6 લોકોમાં એક સાથે પોટિઝીવ કેસ આવ્યા હતા. જે પછી થી રાજસ્થાન સરકાર હરકતમાં આવી હતી.
ભીલવાડામાં કમ્યુનિટી ઇન્ફેક્સન ફેલાયું

ભીલવાડામાં કમ્યુનિટી ઇન્ફેક્સન ફેલાઈ ચુક્યું છે. ત્રીજો સ્ટેજ ચાલી રહ્યો છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે આખા જિલ્લાની તપાસ થઈ ચૂકી છે. લગભગ 28 લાખ લોકોની વસતી ધરાવતા ભીલવાડા જિલ્લાને સરકારે પહેલેથી જ અતિ સંવેદનશીલ બતાવી ચૂકી છે. રાજસ્થાનમાં 45 પોઝીટીવ કેસમાંથી 19 કેસ ફક્ત ભિલવાડામાંથી જ આવ્યા છે. 26 માર્ચે અહીં કોરોના સંક્રમણ અને કિડનીની તકલીફ સહિત બિમારીઓનો ઈલાજ કરાવતા 73 વર્ષીય વૃદ્ધનું મોત થાય છે. સાંજ સુધીમાં તેમના દિકરા અને પૌત્રીને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. રાત્રે અન્ય એક શખ્સનું મોત થયું હતું. અહીં કોમ્યુનિટિ ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 11 હજાર લોકો શંકાશીલ છે. જેમાં 6445 લોકો હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બાંગડ હોસ્પિટલ કોમ્યુનિટી ઇન્ફેકસનનું કેન્દ્ર બન્યું
ભીલવાડાના સીએમએચઓ ડોક્ટર મુસ્તાક અહેમદના જણાવ્યા મુજબ 86 બેડની બાંગડ હોસ્પિટલમાં ક્ષમતાથી વધારે દર્દીઓની ભર્તી થવાને કારણે આ ઈન્ફેક્શન વધારે ફેલાયું છે. ઓપીડી સંક્રમિત થવા છતાં 7 હાજર લોકો ડોક્ટરોના સંપ્રકમાં આવ્યા છે. હોસ્પિટલના 1 કિલોમીટર સુધીનો વિસ્તાર શીલ કરવામાં આવ્યો છે. 144ની કલમ લાગુ કરી દીધી છે. 457 સેમ્પલમાંથી 19 રિપોર્ટ પોઝીટવ આવવા વાળો દેશનું પહેલું એપી સેન્ટર બની ચૂકેલા ભીલવાડામાં વિદેશથી આયેલા 133 લોગો પણ હાઈ રિસ્ક પર રાખ્યા છે. 4 પોઝીટીવ જયપુરમાં ભરતી કરાયેલા છે. સૌથી વધુ મોત સાથે કોરોનાનું કેન્દ્રબિંદુ બની ચૂકેલા ભીલવાડામાં હાલતને નિયંત્રણમાં લેવા માટે જિલ્લાની હોટલો, હોસ્ટેલો અને રિસોર્ટ સહિત કેટલીય ઈમારતોને સરકારે કોરેન્ટાઈન સેન્ટરમાં ફેરવવાનું કામ ચાલુ કર્યું છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફીને તપાસી કરી રહી છે કે અહીં કોઈ વિદેશી આવ્યું નથીને. શંકાસ્પદોની ટ્રાવેલ હિસ્ટ્રી નીકાળવામાં આવી રહી છે. શરદી, ખાંસી તાવ સાથે બદનામ થયેલ બાંગડ હોસ્પિટલમાં કોઈનો ઈલાજ થયો છે કે નહીં તેની પણ તપાસ કરાઈ રહી છે.
- સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર
- ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ