GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોરોનાથી બચવા માટે માસ્ક સાથે ચશ્મા અથવા Eye Shield પણ પહેરો, કોરોના એક્સપર્ટે આપી આ સલાહ

અમેરિકાના સૌથી પ્રખ્યાત કોરોના નિષ્ણાંત ડો. એન્થોની ફાઉચીએ કહ્યું છે કે માસ્ક તેમજ ચશ્મા અથવા આંખ પર કવચ પહેરવાથી સામાન્ય લોકોને વાયરસથી વધુ સારી સુરક્ષા મળશે. જોકે, વિવિધ દેશોમાં ડબ્લ્યુએચઓ અથવા સરકારી એજન્સીઓએ સામાન્ય લોકોને ચશ્મા પહેરવાની અપીલ કરી નથી.

જો તમે પૂર્ણ સલામત રહેવાની ઇચ્છા ધરાવતા હોવ તો તમારે કરવું

અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાત અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય એવા ફાઓચીએ કહ્યું હતું કે, જો તમારી પાસે ચશ્મા અથવા આંખનું સુરક્ષા કવચ હોય તો તેનો ઉપયોગ કરો. દરેક સ્થિતિમાં આ કરવાની ભલામણ કરવામાં આવતી નથી. પરંતુ જો તમે પૂર્ણ સલામત રહેવાની ઇચ્છા ધરાવતા હોવ તો તમારે તે કરવું જોઈએ, જે તમે કરી શકો.

તમારે તમારી આંખ, નાક અને મોં, દરેક વસ્તુને સુરક્ષિત રાખવી જોઈએ

ડો. એન્થોની ફાઓચીએ કહ્યું કે સિદ્ધાંત એ છે કે તમારે તમારી આંખ, નાક અને મોં, દરેક વસ્તુને સુરક્ષિત રાખવી જોઈએ. અમેરિકી પ્રમુખ સંસ્થા સી.ડી.સી. એ લોકોને નાક અને મોં પર માસ્ક પહેરવાની સલાહ આપે છે, પરંતુ વાયરસ આંખો દ્વારા પણ ફેલાઈ શકે છે.

‘પરફેક્ટ પ્રોટેક્શન’ ઇચ્છતા લોકોએ ચશ્માની સાથે સાથે ચહેરો માસ્ક પહેરવા

ડો. એન્થોની ફાઓચીએ જણાવ્યું હતું કે ‘પરફેક્ટ પ્રોટેક્શન’ ઇચ્છતા લોકોએ ચશ્માની સાથે સાથે ચહેરો માસ્ક પહેરવા જોઈએ. પરંતુ દરેક માટે આ કરવાની ભલામણ કરવામાં આવતી નથી. વિશ્વમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 1.77 કરોડ પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 6.83 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારત-યુએસ સહિતના ઘણા દેશોમાં હજી પણ કોરોના કેસ વધી રહ્યા છે

READ ALSO

Related posts

ઓડિશાથી અમદાવાદ આવેલા 6 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!