GSTV

અમદાવાદીઓ રહેજો સતર્ક/ જીવલેણ કોરોનાના વધુ 147 દર્દી નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 37 હજારને પાર

અમદાવાદ શહેરમાં કોરોનાનો ભરડો છ મહિના પછી પણ વધુ ને વધુ તેની પક્કડ જમાવતો જાય છે. કેસોમાં ફરી અસામાન્ય વધારો નોંધાયો છે સરકારી યાદીના આંકડા અને તળ વાસ્તવિકતા વચ્ચેનો મોટો તફાવત હવે તો સામાન્ય લોકોને પણ દેખાવા માંડયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ ૧૪૭ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન ત્રણ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે.

શહેરમાં કોરોનાનો ભરડો છ મહિના પછી પણ વધુ ને વધુ તેની પક્કડ

ત્યારે બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા ૨૧૦ લોકોને જુદી જુદી હૉસ્પિટલો કે હોમ- આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો હવે ૩૭૨૦૮ને આંબી ગયો છે. જેમાંથી ૧૭૨૬ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યા છે. કતેમજ ૨૬૭૯૩ લોકો સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે.

કોરોના

દરમ્યાનમાં આજે થોડી રાહતની બાબત એ છે કે ૩૭૨૮ની ઉપર નીકળી ગયેલા એક્ટિવ દર્દીઓનો આંકડો ફરી ઘટીને ૩૬૫૫નો થયો છે. ગયા ત્રણેક દિવસમાં ડિસ્ચાર્જ લોકોની સંખ્યા વધી હોવાથી આમ થયું છે. જો કે, નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, થલતેજ, બોડકદેવ, ગોતા, વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મક્તમપુરા, સરખેજમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૨૪૭ની છે, જેમાં પશ્ચિમ ઝોનના ૬૧૮ ઉમેરતા ૧૮૬૫ની થઈ જાય છે.

જુદી જુદી હૉસ્પિટલો કે હોમ- આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા

ઉપરાંત સંકલનના અભાવે હવે અવ્યવસ્થા પણ સર્જાવા માંડી છે. આજે નરોડાના અર્બન હેલ્થ સેન્ટરે એ જ વિસ્તારના એક દર્દીને જીસીએસમાં દાખલ થવા માટે લખી આપ્યું હતું. પરંતુ જીસીએસના મેનેજમેન્ટે એવો જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં આઇસીયુની સુવિધા નહીં હોવાથી તમે સિવિલમાં દાખલ થવા માટે જાવ. આખરે સાડા ચાર કલાકની માથાકૂટ બાદ દર્દીને સિવિલમાં એડમિશન મળ્યું હતું. આમાં સવાલ એ ઉભો થાય છે કે દર્દીને આઇસીયુની જરૂર હોય તો એવી જ હૉસ્પિટલ સૂચવવી જોઈએ. જ્યાં આઇસીયુની સુવિધા હોય. સંકલન અને સૂઝની ખામીના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દરમ્યાનમાં આજે ખાનગી હૉસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં ૨૧૦ આઇસીયુમાં છે, ૧૦૪ વેન્ટીલેટર ઉપર છે.

READ ALSO

Related posts

જીએસટી વળતરના રૂપિયા મોદી સરકારે બીજે વાપરી દીધા, કોરોનાનું બહાનું કાઢતી સરકારની ખૂલી પોલ

Mansi Patel

દીપિકાનું ડ્રગ્સકાંડમાં નામ આવતા બોલિવૂડમાં ફફડાટ : 600 કરોડ રૂપિયા લાગ્યા દાવ પર

Bansari

ધોનીનો ગેમપ્લાન ફેલ : દિલ્હી બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે, CSK 44 રને હાર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!