GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

21 જુલાઈથી શરૂ થઇ શકે છે અમરનાથ યાત્રા, માત્ર 10 હજાર ભક્તોને જ મળશે અનુમતિ

આગામી 21 જુલાઈથી બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા શરૂ થઇ શકે છે. મળતા રિપોર્ટ ના આધારે અમરનાથ યાત્રા શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે માત્ર 10 હજાર શ્રદ્ધાળુઓને જ અમરનાથ યાત્રા પર જવાની મંજૂરી આપવામાં આવશે. જેને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવશે,

એક દિવસમાં માત્ર 500 ભક્તો જઈ શકાશે ગુફામાં

જાણવા મળી રહયું છે કે આ વખતે બાલટાલ રૂટથી જ અમરનાથ યાત્રા થશે. હેલીકૉપટરથી પણ યાત્રા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ, હાલ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એક દિવસમાં ગુફામાં માત્ર 500 ભક્તોને જ જવાની અનુમતિ આપવામાં આવશે, બહાર થી આવનાર ભક્તોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે,

ભક્તોના કરાશે કોરોના ટેસ્ટ

જયારે, કોરોના ટેસ્ટ નેગેટિવ આવશે ત્યારે જ તેને યાત્રાની મંજૂરી આપવામાં આવશે, ત્યાં સુધી કોરન્ટાઇન રહેવું પડશે, આ વખતે માત્ર 50 વર્ષથી ઓછી ઉંમરના ભક્તોને જ યાત્રા માટે મંજૂરી આપવામાં આવશે, તેના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે, જાણવા મળી રહ્યું છે કે લગભગ 2 અઠવાડિયા સુધી અમરનાથ યાત્રા ચાલશે એટલે કે 3 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે,

50 વર્ષથી વધુ ઉંમરના ભક્તોને અનુમતિ નહિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રા પર જનાર શ્રદ્ધાળુઓનું કઠુઆના લખનપુરમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે, સાથે જ વૃદ્ધ ભક્તોને યાત્રા પર જતા પણ રોકી શકાય છે. લખનપૂરમાં આવનાર ભક્તોના ટેસ્ટ, રહેવા જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે, તેના માટે વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે.

વ્યવસ્થા સજ્જ કરવામાં વહીવટી તંત્ર વ્યસ્ત

આ દરમ્યાન, જમ્મુમાં અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ ‘યાત્રી નિવાસ ભવન’ને કોરન્ટીન સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું હતું તેને હવે યાત્રિકો માટે તૈયાર કરવામાં આવશે,  વહીવટી તંત્રને યાત્રી નિવાસ ભવાનને સંપૂર્ણ રીતે સૅનેટાઇઝ કરવા અને તીર્થયાત્રીઓ માટે રોકાવા લાયક બનાવવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

Related posts

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

કોંગ્રેસ પાર્ટી મઝધારમાં ફસાઈ ગઈ છે, જનતાની વચ્ચે બનેલી આપણી છબીને સુધારવાની જરૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!