GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

અમદાવાદમાં કોરોના રોકવા હવે વિજય નહેરાની રણનીતિ અમલમાં આવશે, ભૂલ કરી તો ફરી બોમ્બ ફૂટશે

અમદાવાદના શાકભાજીના તેમજ ફળોની લારી-ગલ્લાંવાળા, નાના દુકાનદારો, સમોસા અને પાણીપુરીવાળા, પેટ્રોલ પંપ પરના ઓપરેટરો વગેરે સુપર સ્પ્રેડર્સની કેટેગરીમાં આવતાં તમામ લોકોની મે મહિનાની જેમ પુન: આરોગ્ય ચકાસણી હાથ ધરાનાર છે. મે મહિનામાં આ રીતે થયેલી ચકાસણી દરમ્યાન કોરોનાના 700 જેટલાં દર્દીઓ બહાર આવ્યા હતા, જેઓ સુપર સ્પ્રેડર્સ તરીકે ચેપ ફેલાવી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે તે સમયે 33500 થી વધુ સુપરસ્પ્રેડર્સની આરોગ્યની ચકાસણી મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

વિજય નહેરાની રણનીતિ અમલમાં આવશે

મે મહિનામાં આ રીતે થયેલી ચકાસણી દરમ્યાન કોરોનાના 700 જેટલાં દર્દીઓ બહાર આવ્યા

જે પૈકી 12,500ના સેમ્પલ લઇને ટેસ્ટ કરવામાં આવતા 700ના રિપોર્ટ પોઝિટિવ આવતા હલચલ મચી ગઇ હતી. તે દિવસે દર્દીઓનો આંકડો ખૂબ જ ઉંચો જતાં તે સંખ્યાને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અલાયદી બતાવી હતી.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સુપર ટ્રેડર્સના ટેસ્ટ કરવામાં આવ્યા.કોર્પોરેશન દ્વારા બીજા તબક્કામાં ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ વખતે ટેસ્ટિંગમાં શાકભાજી, ફ્રુટ વેચનાર, કારીયાણાવાળા સાથે ફેરિયાઓ, હેર સલૂનવાળા,પકોડીવાળા, સમોસા વાળા વગેરેને ટેસ્ટમાં આવરી લેવામાં આવશે. શહેરના 48 વોર્ડમાં 48 જગાયાએ ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્યારબાદ પહેલાં અઠવાડિયા પછી અને બાદમાં પંદર દિવસ પછી પુન: હેલ્થ ચકાસણીની જાહેરાત કરાઇ હતી, પરંતુ તેને બદલે દોઢ મહિના જેટલો સમય વિતી ગયો છે. આ અંગે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે તા. 8મીથી ફરી આરોગ્ય ચકાસણીનો પહેલો રાઉન્ડ શરૂ થશે. આ માટે 48 વોર્ડમાં કામગીરી કરવા 48 ટીમો રચવામાં આવી છે. જે સવારના 9 થી સાંજના 5 દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં ફરીને છૂટક ફેરિયાઓ, ગલ્લાવાળા, પાનના ગલ્લાવાળા, હેરકટીંગ સલુન, ફુડ પાર્લરવાળા, નાની દુકાનમાં કામ કરનારાઓ વગેરેની ચકાસણી કરી નવેસરથી હેલ્થકાર્ડ ઇસ્યુ કરાશે. મોટા પ્રમાણ રેપીડ-એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવશે. અગાઉ કાર્ડ ઇસ્યુ થયા છે, તેમણે જુના કાર્ડ લઇને આવવાનું રહેશે.

48 વોર્ડમાં કામગીરી કરવા 48 ટીમો રચવામાં આવી

જો કે ગયા વખતે કેટલીક અવ્યવસ્થા ઉભી થઇ હતી અને મોટી લાઇનો લાગી હતી તેનું પુનરાવર્તન ના થાય તે રીતે વ્યવસ્થા ગોઠવાય તો સારૂ તેમ લારીગલ્લાવાળાઓનું કહેવું છે. હાલ પાણીપુરી, ગાંઠીયા-ફરસાણની દુકાનો, પાનના ગલ્લાં પર લાઇનો લાગે છે. કેટલાક તો માસ્ક પણ નથી પહેરતા. પાન બંધાવીને ઘરે લઇ જવાનું હતું તે ત્યાં જ ખાયને પીચકારીઓ મારવા માંડયા છે, તે દિશામાં કાર્યવાહી થશે તેમ પણ જણાય છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!