GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં આજે 50 પોઝિટીવ કેસ આ વિસ્તારમાં નોંધાયા, 14 નવા વિસ્તાર ક્લસ્ટર કવોરંટિન જાહેર

corona

Last Updated on April 9, 2020 by Pravin Makwana

અમદાવાદમાં Coronaના કેર વધતો જઈ રહ્યો છે અને આજે એક દિવસમાં 50 પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર શહેરમાં ફફડાટ જોવા મળ્યો ત્યારે અમદાવાદ મહાપાલિકાએ  જે વિસ્તારમાંથી Coronaના પોઝીટીવ કેસ નોંધાયા તે વિસ્તાર, Coronaના દર્દીના નામ સહિતની યાદી જાહેર કરી છે. જેમાં 50માંથી 40 દર્દીઓ તો એવા નોંધાયા છે..જેમનામાં Coronaના લક્ષણો દેખાયા પણ ન હતા. પરંતુ કોટ વિસ્તારના બફર ઝોનમાં આરોગ્ય વિભાગની ચકાસણીમાં આ Coronaના પોઝીટીવ કેસના દર્દીઓ મળી આવ્યા છે.

આ વિસ્તારમાં સૌથી વધુ પોઝીટીવ કેસ

શહેરમાં દાણીલીમડા, જમાલપુર, દરિયાપુરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરના 14 વિસ્તારમાં કલસ્ટર કવોરન્ટીન જાહેર કરાયા છે. જોકે શહેરમાં જે 50 કેસ નોંધાયા તે દર્દીઓ શાહપુર, ઘોડાસર, જોધપુર, આસ્ટોડિયા, દાણીલીમડા, ગોમતીપુર, દરિયાપુર જમાલપુર, આંબાવાડી, થલતેજ અને મણિનગરનો સમાવેશ થાય છે.

corona

અમદાવાદમાં કોરોનના નવા 50 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આરોગ્યવિભાગના આંક મુજબ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં નવા 50 પોઝીટીવ કોરોનાના કેસ નોંધાતા અમદાવાદના લોકો ફફડી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નોધાયેલા 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ નોંધાતા લોકડાઉનનો ચૂસ્ત અમલ છતાં તેના અમલમાં લાલિયાવાડી કહો કે પછી લોકોની બેદરકારી. જેના માથે આરોપ ઢોળવા હોય તે ઢોળી શકે પરંતુ હાલમાં અમદાવાદમાં કોરોના ના છેલ્લા 12 કલાકમાં વધેલા 50 દર્દીઓની સંખ્યાએ તંત્ર સહિત સમગ્ર અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો છે.

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 133 પોઝીટીવ કેસ થયા છે. હજુ પણ અમદાવાદીઓએ સુધરવાની જરૃર છે. જો નહીં સુધરો તો અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ દિવસે દિવસે વધી જશે…

લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થવું જરૃરી છે. ભીલવાડા પેટર્ન મુજબ કોટ વિસ્તારમાં વકરેલા કોરોનાને નાથવા પ્રયાસો કરવા પડશે. અત્યાર સુધી હોતા હૈ ચલતા હૈ એવી સ્થિતિ હવે નહીં ચલાવી લેવાય. કોરોનાના વધતા ભયને કોની બેદરકારી ગણવી.

કોરોના

લોકો સ્વયંભૂ લોકડાઉનનો અમલ નહીં કરે તો તંત્ર પણ કશું નહીં કરી શકે

બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ છેલ્લા 24 કલાકમાં વિસ્ફોટ થયો હોય તેમ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કરીને રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ એક જ દિવસમાં 50નો આંક પાર કરી ગયાનું જણાવ્યું હતું. નોધાયેલા કેસો દાણીલિમડા, આસ્ટોડિયા અનેઘોડાસર વિસ્તાર આવ્યો છે. શહેરી વિસ્તારોમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ હતી. અમદાવાદમાં કોરોનાનો કાળ પછેડો ફરી ગયો છે.

તબલિગી જમાતમાંથી પાછા ફરેલા ગુજરાતના લોકોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોટવિસ્તારમાં લોકડાઉનનો પૂરતો અમલ થતો ન હોવાતી સીઆરપીએપની ટીમો ઉતારવામાં આવી હતી. છતાં લોકો જ્યાં સુધી સ્વયંભૂ રીતે લોકડાઉનનો અમલ નહીં કરે સોશ્યલ ડિસ્ટન્ટનું પાલન નહીં કરે તો પછી તંત્ર પણ આમાં કંઈ કરી શકે તેમ નથી. લોકોએ બહાદુરી બતાવવા બહાર નીકળવાને બદલે ઘરમાં પૂરાઈ રહેવાની જરૃર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!