GSTV

ઘાતક વાયરસથી વધુ 326 લોકો થયા સંક્રમિત, નવનાં નિપજ્યાં કરૂણ મોત: અમદાવાદ શહેરની પરિસ્થિતિ વકરી

અમદાવાદ શહેરમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. કોરોનાના કેસોમાં બેફામ વધારો થતાં પરિસ્થિતિ કફોડી બની છે. ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવનારાઓની રોજેરોજ લાઇનો લાગે છે. બીજી તરફ રોગચાળાને કાબુમાં રાખવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયેલું હેલ્થ ખાતું આંકડા છૂપાવી રહ્યાનું ચિત્ર ઉભું થયું છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં વધુ ૩૨૬ દર્દીઓ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન નવ દર્દીઓના કરુણ મૃત્યુ થયા છે. મૃત્યુઆંકફરી ઉંચકાતા લોકોમાં ચિંતાની લ્હેર પ્રસરી ગઈ છે.

મૃત્યુઆંકફરી ઉંચકાતા લોકોમાં ચિંતાની લ્હેર પ્રસરી ગઈ

જ્યારે કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા લોકો ડિસ્ચાર્જ થયા છે. મ્યુનિ. હદમાં અત્યાર સુધીના કુલ દર્દીઓની સંખ્યા ૫૦૦૪૮ના આંકડાને આંબી ગઈ છે. તેમાંથી ૧૯૫૦ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલા ૪૦૧૭૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. જો કે એક્ટિવ કેસો ૨૮૧૫ નોંધાયા છે. જેમાંથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનના ૧૩૬૦ અને પૂર્વ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના ૧૪૫૫ કેસો છે.

હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવનારાઓની રોજેરોજ લાઇનો

એપ્રિલ- મેમાં માત્ર મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન એપી સેન્ટર હતા, જ્યારે હાલ તમામ ઝોનમાં સમાંતર ગંભીર સ્થિતિ છે. બીજી તરફ ખાનગી હૉસ્પિટલ અગાઉ ૮૦ હતી તે વધારીને ૮૯ કરવામાં આવી છે. તેના કુલ પ્રાઇવેટ બેડ વધારીને ૨૯૩૬ કરી નખાયા છે. જેમાંથી હાલ ૨૬૪૦ ભરાયેલા છે ૨૯૬ હાલ ખાલી છે. જો કે આઇસીયુમાં ૩૯૬ દર્દીઓ છે, જ્યારે ૧૯૦ વેન્ટીલેટર ઉપર છે. હાલ વેન્ટીલેટર સાથેના ૨૨ બેડ જ ખાલી છે.

બીજી તરફ નવા દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની સત્તા એસવીપી પાસેથી લઈને ૧૦૮ને સોંપી દેવાતા લોકોને હાલાકી પડવાનું ચાલુ થયું છે. કદાચ બહારગામ તો નહીં લઈ જાય ને ? તે બીકે લોકો ફોન કરતા સંકોચ અનુભવે છે. નવા દર્દીને હૉસ્પિટલમાં દાખલ થવા માટે અગાઉ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા હતા, તે પણ હાલ નથી. ઝોનના ડે. હેલ્થ ઓફિસર પણ મદદરૂપ થઈ શકતા નથી. આ સંજોગોમાં દર્દીની અને તેમના કુટુંબીજનોની ચિંતામાં વધુ વધારો થયો છે.

READ ALSO

Related posts

રાજ્યના વિવિધ જીલ્લામાં સવારથી છવાયું ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને થઈ પારાવાર મુશ્કેલી

pratik shah

ગુજરાત કોંગ્રેસનું આજથી મહાજનસંપર્ક અભિયાન શરૂ ,તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં અભિયાન યોજાશે

pratik shah

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ગાઢ ધુમ્મસના પગલે 20થી વધુ વાહનોની થઈ ટક્કર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!