કોરોના વાયરસ નામનો ‘અજગર’ અમદાવાદ ફરતે પોતાનો ભરડો વધુને વધુ મજબૂત કરીને પોતાની ભીંસ વધારી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના 4271 કેસ નોંધાઇ ચૂક્યા છે, આ પૈકીના 69.75% કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 267 કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 3278 થઇ ગયો છે.
પાંચ દિવસમાં જ 1111 કેસ
અમદાવાદ શહેરમાં કોરોનાનો સૌપ્રથમ કેસ 17 માર્ચે નોંધાયો હતો. આ પછી અમદાવાદમાં 31 માર્ચ સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 30 નોંધાઇ હતી. માર્ચ મહિના દરમિયાન એક દિવસમાં કોરોનાના સર્વોચ્ચ કેસનો આંક પાંચ હતો. આમ, માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસની દૈનિક સરેરાશ બે કરતાં પણ ઓછી હતી. આ પછી 1થી 15 એપ્રિલ દરમિયાન કોરોનાના કુલ 404 કેસ નોંધાયા હતા. આમ, એપ્રિલના પ્રથમ 15 દિવસમાં કોરોનાના કેસની દૈનિક સરેરાશ 27ની આસપાસ હતી. 1 થી 15 એપ્રિલ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ 76 કેસ 15 એપ્રિલે નોંધાયા હતા. 15 એપ્રિલથી કોરોનાએ ગુજરાતમાં વધુ વરવો ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું હતું. 16થી 30 એપ્રિલ દરમિયાન જ કોરોનાના કુલ 2578 કેસ નોંધાયા હતા. આમ, આ સમયગાળામાં કોરાનાના કેસની દૈનિક સરેરાશ 171 થઇ ગઇ હતી.
હવે છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો કુલ 1111 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ થયો હતો. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધીના કુલ કેસ 3293 થયા છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો