GSTV

એપ્રિલ- મે કરતાં પણ વધુ ઝડપથી પરિસ્થિતિ બગડવા માંડી, શહેરમાં વધુ 354 લોકો થયા સંક્રમિત- અમદાવાદીઓ વધુ ચેતવુ પડશે!

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત ભયજનક વધારો થવા માંડયો છે. સારી ગણાતી હૉસ્પિટલોના બેડ ફૂલ થવા માંડયા છે. અમુકમાં તો વેઇટિંગ ચાલે છે. નવા નોંધાતા દર્દીઓનો આંકડો એપ્રિલ- મેની જેમ 350ને પાર કરી ગયો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારની યાદી અનુસાર નવા 354 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન પાંચ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. નવા દર્દીઓ અને મૃત્યુઆંકમાં મોટો વધારો નોંધાવા માંડયો છે.

કોરોના

સારવાર દરમ્યાન પાંચ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા

બીજી તરફ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયેલા 310 લોકો ડિસ્ચાર્જ થયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 48760ની સંખ્યાને આંબી ગયો છે જેમાંથી 1908 દર્દીઓના સારવાર દરમ્યાન જીવ ગયા છે. તેમજ સાજા થઈ ગયેલા 38828 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. વચ્ચેના ગાળામાં નિયંત્રણમાં આવી ગયેલ સ્થિતિ દિવાળીના તહેવારો બાદ ફરી વકરી છે.

નિયંત્રણમાં આવી ગયેલ સ્થિતિ દિવાળીના તહેવારો બાદ ફરી વકરી

જો કે, ડિસ્ચાર્જની સંખ્યા વધુ હોવાથી પ્રવર્તમાન સ્થિતિ કરતા એક્ટિવ કેસોનો આંકડો નાનો દેખાય છે. આજે નોંધાયેલા 2867 એક્ટિવ કેસોમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1379 અને પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનના કુલ 1488 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનના પાલડી, વાસણા, રાણીપ, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ સાબરમતીના જ 470 છે.

દરમ્યાનમાં સ્થિતિની ગંભીરતા તરફ ઇશારો કરતા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હવે તો ઘરમાં હોવ ત્યારે પણ માસ્ક પહેરી રાખવો પડે તેવી ગંભીર સ્થિતિ છે. તમે જેની પણ સાથે વાત કે વ્યવહાર કરો તો તે સંક્રમિત જ હશે તેમ સમજીને જ સાવચેતી રાખો તો જ બચી શકશો.

સાવધાન! જીવલેણ મહામારીથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા આ સૌથી ‘ખતરનાક’ બિમારીના લક્ષણો

માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સ એકબીજા વચ્ચે જાળવવું અને સેનેટાઇઝરના સતત ઉપયોગના સરકારે નિયમો તો ઘડયા પણ સ્થિતિ થોડી નિયંત્રણમાં આવતાં જ મ્યુનિ. તંત્ર નિયમોનું પાલન કરાવવામાં બેદરકાર થઈ જતાં લોકો કોરોના જતો જ રહ્યો હોય તેમ માસ્ક વગર જ ફરવા માંડયાહતા. ફૂડપાર્લરો અને પાણીપુરીના ખુમચા ઉપર લાઇનમાં ઉભા રહી નાસ્તા કરવા માંડયા હતા, જેનું પરિણામ આજે ઉભી થયેલી સ્ફોટક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

pratik shah

સરકાર વાતચીત કરવા માગે તો તેની શરત ન હોવી જાેઈએ, જગતનો તાત અત્યંત આક્રમક મૂડમાં

pratik shah

ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો/ છેલ્લા 10 દિવસમાં 13782 કેસ અને 123ના મૃત્યુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!