GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આ સ્થિતિ રહી તો 15મી મે સુધીમાં અમદાવાદમાં 50 હજાર કેસ અને 31મી મે સુધીમાં 8 લાખ કેસ હશે

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદમાં (corona) જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતાં અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે તેવુ ચોંકાવનારું (corona) મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યુ છે. વિજય નહેરાએ કહ્યુ કે, અત્યારે કોરોનાના કેસ ડબલ થવાનો રેટ ચાર દિવસનો છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર કેસ નવા આવશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. આજે વિજય નહેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોરોનાથી બચવું હોય તો ઘરમાં રહો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

કુલ દર્દી 2626, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ165269113
વડોદરા2181153
સુરત  4561313
રાજકોટ 410012
ભાવનગર330518
આણંદ330209
ભરૂચ 290203
ગાંધીનગર 190211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ 120200
બનાસકાંઠા160001
છોટાઉદેપુર110003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ110100
પોરબંદર030003
દાહોદ 040000
ખેડા 050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી 180100
તાપી010000
વલસાડ040100
નવસારી010000
ડાંગ010000
સુરેન્દ્રનગર010000
કુલ2626112258

અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે

દર ચાર દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે..અને તે જોતો 15 મે સુધી 50 હજારથી વધુ કેસ નોંધાઈ શકે છે. પણ સાથે જ વિજય નહેરાએ કહ્યુ કે, આપણે સૌ સાથે મળીને કોરોનાના કેસ ધીમો કરવાનો પ્રયત્ન કરવાનો છે. અમદાવાદમાં કોરોનાના કેસમા વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ જોવા મળતા મહાપાલિકા તંત્રએ હવે વૃદ્ધોમાં આ વાયરસનો ને ફેલાય તે માટે નવુ અભિયાન શરૂ કર્યુ છે. વડીલોની પડખે અમદાવાદના નામે મહાપાલિકાએ અભિયાન શરૂ કરતા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે કે જે વડીલોએ આપણે સાચવ્યા છે.તેઓને સાચવવાનો વખત આવી ગયો છે. સિનિયર સિટિઝન માટે વાઈરસ ખતરનાક છે.. અને આ વાયરસનો વ્યાપ  હજુ પણ વધશે..પરંતુ આપણુ લક્ષ્ય મૃત્યુદર અટકાવવાનો છે તેઓએ કહ્યુ કે,  આપણે આપણા માતાપિતા અને વડીલોની ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેઓએ સોશિયલ મીડિયા થકી પણ અભિયાન ચાલે તેવી અપીલ કરી છે..તેમણે કહ્યું કે, યુવાનો સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વિડીયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાનો સૌથી સારો વિડીયો બનાવશે તેને હું લોકડાઉન પુરુ થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરી બિરદાવીશ.

17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા

  • અત્યાર સુધી કોરોનાના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે કે જેઓને અગાઉ કોઈને કોઈ બીમારી હતી.
  • 17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા
  • દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે
  • અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે.
  • કેસ ડબલીંગ આઠ દિવસ સુધી થશે તો 15 મેં સુધી થતા 50 હજાર કેસોમાં ઘટાડો થશે
  • ત્રીજી તારીખે જે કેસ ડબલીંગ રેટ હશે તેના ઉપર કેસ વધારાને આધાર છે
  • ત્રીજી તારીખ સુધી જેટલો કેસ ડબલીંગ રેટ ઓછો કરી શકીએ તેટલો કરવાનો છે.
  • લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

READ ALSO

Related posts

આ રહ્યા વર્ષના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, Airtel, Vodafone, Jio દરેકમાં મળી રહ્યા છે આ ફાયદા

Arohi

ઓસ્ટ્રેલિયામાં સંભવ નથી તો ટી20 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં યોજી શકાય: ડીન જોન્સ

Mansi Patel

ચીનને બ્રિટને આંચકો આપ્યો : હોંગકોંગના 30 લાખ લોકોને નાગરિક બનાવશે, 600 હુમલા છતાં ભારત નરમ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!