GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

અમદાવાદમાં જાહેર કરાયા 258 માઈક્રોકન્ટેઈનમેન્ટ વિસ્તાર, શહેરનાં આ વિસ્તારના સંક્રમિત લોકોમાં થયો વધારો

શહેરમાં કોરોના સંક્રમણ ઘટવાના દાવા વચ્ચેના દાવાની વચ્ચે વધુ 13 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં કુલ 258 વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે શહેરના વિવિધ વિસ્તારોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે.

વિસ્તારમાં કોરોના કેસ વધુ નોંધાયા છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર હેઠળ મુકયા

ત્યારે ઉલ્લેખનીય છે કે મળતી માહીતી અનુસાર,શનિવારે ખોખરાના એડનપાર્ક, મણીનગરના એમ્પાયર હાઉસ,કર્ણાવતી એપાર્ટમેન્ટ, સીટીએમની નુતનવર્ષા સોસાયટી,વેજલપુરની સેંધાજીની ચાલી, સરસપુરની દેસાઈની પોળ, બહેરામપુરાની ભઠીયારાની ચાલી, નિકોલના ઠાકોરવાસ, નારણપુરાના પુજન એપાર્ટમેન્ટ, બોડકદેવના વ્યોમા અને ઈન્દ્રપ્રસ્થ તથા ચાણકયપુરી,સેકટર-ત્રણના જે વિસ્તારમાં કોરોના કેસ વધુ નોંધાયા છે એ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર હેઠળ મુકયા છે.શનિવારે દક્ષિણના પાંચ વિસ્તારમાં નિયંત્રણ મુકવામાં આવ્યું છે.દરમિયાન મ્યુ.શાળાના શિક્ષકો-કર્મચારીઓના કુલ 3565 ટેસ્ટ પુરા થતા પાંચ દિવસમાં કુલ 26 પોઝિટિવ કેસ મળ્યા છે.

મ્યુનિ.ના વધુ એક અધિકારી કોરોના પોઝિટિવ

શહેરમાં ચાલી રહેલાં કોરોના સંક્રમણની સ્થિતિની વચ્ચે મ્યુનિ.ના વધુ એક ઉચ્ચ અધિકારી કોરોના પોઝિટિવ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.મળતી માહીતી અનુસાર,મ્યુનિ.ના આઈસીડીએસ વિભાગમાં પ્રોજેકટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા મહીલા અધિકારી મિનલ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમના પરીવારના અન્ય સભ્યો જેમાં પૂર્વ કોર્પોરેટર દક્ષેશ મહેતાનો સમાવેશ થાય છે તેમની સાથે બે પુત્રોને પણ તંત્ર દ્વારા હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે,મ્યુનિ.ના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહીત એક ડઝનથી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ થયા છે.

એક ડઝનથી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ

ત્યારે બીજી તરફ કોરોના વાયરસને હરાવી સાજા થયેલાં 101 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જુદા જુદા વિસ્તારોમાં કરાતા રેપિડ-એન્ટિજન ટેસ્ટમાં પોઝીટિવ રિપોર્ટનો દર ખૂબ જ નીચે ગયો છે, તે બાબત રાહત આપનારી છે. દરમ્યાનમાં મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 25358ને આંબી ગયો છે. કુલ મૃત્યુઆંક 1560નો થઈ ગયો છે. સાજા થયેલાં 20819 લોકોને હોસ્પિટલોમાંથી રજા અપાઈ છે. કુલ એકટિવ કેસની સંખ્યા 2946ની છે, જેમાંથી પશ્ચિમના વિસ્તારોના 1446 અને પૂર્વના વિસ્તારોના 1500 દર્દીઓનો સમાવેશ થાય છે.’

નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 25358ને આંબી ગયો

ક્યા ઝોનમાં કેટલાં એકટિવ કેસ ?

મધ્યઝોન287
ઉત્તરઝોન385
દક્ષિણપશ્ચિમ ઝોન445
પશ્ચિમઝોન507
ઉત્તરપશ્ચિમ ઝોન494
પૂર્વઝોન398
દક્ષિણઝોન430
કુલ2946

અમદાવાદમાં માર્ચની 17મીએ પહેલો કેસ નોંધાયા બાદ માર્ચ-એપ્રિલમાં 3040 દર્દીઓ અને 149 મૃત્યુ નોંધાયા હતા. ત્યારબાદ મે મહિનામાં 9140 કેસ અને 146 મૃત્યુ તેમજ જુન મહિનામાં 8733 દર્દી અને 599 મૃત્યુ નોંધાતા લોકડાઉનના પિરીયડમાં હાહાકાર મચી ગયો હતો. સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતકના અંતિમવિધી માટે લાઈનો લાગવા માંડી હતી. કોટ વિસ્તાર અને દક્ષિણના દાણીલીમડા, બહેરામપુરા, મણીનગરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાતા હતા. બાદમાં જુલાઈમાં દર્દીઓનો આંકડો ઘટીને 5604 થયો હતો અને મૃત્યુ 156 નોંધાયા હતા.’

સંખ્યા ઘટવાનું એક કારણ એ પણ હતું કે અગાઉ અમદાવાદ મ્યુનિ.ની હદના આંકડા અને જીલ્લાના આંકડા સાથે અપાતા હતા, તે જુદા જુદા આપવાનું ચાલુ કર્યું હતું. જોકે મે-જુનની ભયાવહ સ્થિતિ બાદ આંકડા નીચા આવતા લોકોએ રાહત અનુભવી હતી અને ડર પણ ઓછો થયો હતો. શહેરમાં હાલ આંકડા નીચા ગયા છે, પણ કોરોનાનો વાયરસ એ પ્રકારનો છે કે ફરી આંકડા વધી પણ શકે. માત્ર સાવચેતી જ વાયરસના સંક્રમણથી બચાવી શકે તેમ છે.

READ ALSO

Related posts

ખુશખબર : દુનિયાની પહેલી કોરોના વાયરસની રસી 12 ઓગષ્ટ સુધીમાં આવશે બજારમાં, રશિયાએ મેળવી સફળતા

Mansi Patel

સરકારે રાજ્યભરની કોલેજના અંદાજે 5 હજાર પ્રોફેસરોને આપી રાહત, હવે કોલેજમાં આવવું નથી ફરજીયાત

Nilesh Jethva

પાણી પુરી ખાતા ખાતા થયો પ્રેમ: ચાટની શોખિન યુવતી દરરોજ આવતી લારી પર, ધંધો બંધ કરી બંને પ્રેમી પંખીડા થયા ફુર્રરર…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!