GSTV

કોરોનામાં સાજા થયા બાદ 80% દર્દીઓને થઇ શકે છે આ બીમારી, રિસર્ચમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો

Last Updated on July 30, 2020 by pratik shah

9 મહિના પહેલા દુનિયામાં આવેલ જીવલેણ કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઈને તેના પર નિયંત્રણ લાવવા સતત રિસર્ચ થઇ રહ્યું છે. પરંતુ, હાલ તેની કોઈ વેક્સીન કે દવા શોધવામાં વૈજ્ઞાનિકોને કોઈ સફળતા મળી નથી. આ વાયરસ આખરે કેટલો ખતરનાક છે તેને લઈને સતત જુદા જુદા દાવા થતા આવ્યા છે. હવે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોનાની બીમારીમાં સાજા થયેલ દર્દીઓ માંથી 80% દર્દીઓને હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે.

કોના પર થયું રિસર્ચ?

આ રિસર્ચ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન (JAMA)એ જર્મનીના ફ્રેન્કફર્ટમાં કર્યું હતું. જેમાં આ વર્ષે એપ્રિલ થી જૂન દરમ્યાન 40 થી 50 વર્ષના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું જે કોરોનાથી સંપૂર્ણ પાને સ્વસ્થ થઇ ગયા હતા. તેઓમાં 100 માંથી 67 દર્દીઓ એવા હતા જેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો હતા અને તેઓ ઘરે જ સ્વસ્થ થયા હતા. બાકી 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ આ દર્દીઓના હાર્ટ ચેક કરવા માટે તેમના એમઆરઆઈ, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટીસ્યુ બાયોપ્સી કરી હતી.

રિસર્ચમાં થયો ખુલાસો

રિસર્ચમાં સામે આવ્યું છે કે 100 દર્દીઓ માંથી 78 દર્દીઓમાં હાર્ટની ઘણી તકલીફો જોવા મળી છે.હૃદયમાં સોજો પણ જોવા મળ્યો છે. જોકે, આ સ્ટડીના પ્રાથમિક તારણ છે. વૈજ્ઞાનિકો હજુ પણ તપાસ કરી રહ્યા છે કે શું બેડ હાર્ટ હેલ્થ સાથે સંબંધિત લક્ષણ અસ્થત્યિ છે કે લાંબા સમય સુધી રહે છે.

બ્રેઈન અને કિડની પર પણ હુમલો

છેલ્લા કેટલાંક દિવસો અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) એટલે કે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણા ખુલાસા કર્યા છે. તેમને જણાવ્યું છે કે આ બીમારીએ પોતાનું વર્તન બદલ્યું છે, હવે આ વાયરસ માત્ર કોઈ દર્દીના ફેફસા પર જ એટેક નથી કરતો, પરંતુ બ્રેઈન અને કિડની પર પણ અટેક કરે છે અને મોટું નુકશાન કરે છે. તેમને જણાવ્યું કે આ સિસ્ટેમેટિક ડિસીઝ બની ગયું છે.

મેડિકલ સાયન્સની ભાષામાં એ બીમારીને જ સિસ્ટેમેટિક ડિસીઝ કહેવામાં આવે છે જે એક સાથે શરીરના ઘણા અંગોને નુકશાન પરે છે. તેમને જણાવ્યું કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા દર્દીઓમાં ફેફસામાં ઘણી તકલીફો જોવા મળી છે. સ્થિતિ એ છે કે ઘણા મહિનાઓ બાદ પણ આવા દર્દીઓએ ઘરે ઓક્સિજનની જરૂર પડતી હોય છે.

MUST READ:

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana

મેઘ મલ્હાર/ કડાકા ભડાકા સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં પડશે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘરાજા એક્ટિવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!