GSTV

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

કોરોના

ભારતમાં આવતા વર્ષ સુધીમાં ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોના વાઈરસથી સંક્રમિત થઈ શકે છે. લગભગ 65 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. આવો દાવો ભારત સરકાર તરફથી ગઠિત તજજ્ઞોની એક પેનલે કર્યો છે. આ પેનલના એક સભ્યએ આ જાણકારી આપી. પેનલે તે પણ અનુમાન કર્યું કે, આટલી મોટી વસ્તીનું સંક્રમણમાં આવ્યા બાદ તેની ઝડપ ઘટવામાં મદદ મળશે.

કોરોના કેસના મામલે ભારત દુનિયામાં બીજા ક્રમે

દુનિયામાં કોરોના વાઈરસ સંક્રમિતોના મામલેમાં ભારત અમેરીકા બાદ બીજા ક્રમે પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 75 લાખ કેસો નોંધાયા છે. જોકે સપ્ટેમ્બર બાદથી દેશમાં કોરોનાના નવા કેસોનો ઘટાડો જોવા મળી રહ્યો છે, ભારતમાં હાલ છેલ્લા એક મહિનામાં દરરોજ સરેરાશ 61,390 નવા કેસ સામે આવી રહ્યાં છે.

ફેબ્રુઆરી સુધીમાં 50 ટકા લોકો સંક્રમિત થઇ જશે

કોરોના

સરકાર દ્વારા ગઠિત પેનલના સભ્ય અને IIT કાનપુરના પ્રોફેસર મણિંદ અગ્રવાલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમારું અનુમાન છે કે, હાલમાં લગભગ 30% વસ્તી સંક્રમિત છે અને ફેબ્રુઆરી સુધીમાં તે 50% સુધી જઈ શકે છે. સમિતિનું અનુમાન છે કે કેન્દ્ર સરકારના સીરોલોજિકલ સર્વેક્ષણની તુલનામાં વાઈરસની હાલનું પ્રસાર વધારે છે. સીરો સર્વેમાં તે જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બરમાં માત્ર 14% વસ્તી સંક્રમિત હતી.

Read Also

Related posts

કિસાન કાયદા વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવા ખેડૂતોની આગેકૂચ, દિલ્હીની તમામ સીમાઓ કરાઈ સીલ

Ankita Trada

અલવિદા: અહેમદ પટેલ LIVE: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, ટૂંક સમયમાં થશે દફનવિધી

pratik shah

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!