GSTV

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ: લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 405 કેસ કોરોના પોઝિટીવ

કોરોના

ગુજરાતમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમા વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30 લોકોના મોત પણ થયા છે. સાથે જ 224 દર્દીને ડિટ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે આજે પણ અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સુરતમાં 31 અને વડોદરામાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા અમદાવાદમાં આજે 310 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે તેની સામે છુટછાટ પણ વધારી દેવામા આવી છે. તે સાથે જ રાજ્યમાં કુલ કેસની કેસની સંખ્યા 14468 પર પહોંચી ગઈ છે અને રાજ્યમાં કુલ મોતની સંખ્યા 888 થઈ ગઈ છે. જોકે, રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીની સંખ્યા 6636 છે.

આજે નોંધાયેલા કેસની વિગત

ગુજરાતભરમાં નોંધાયેલા 405 કેસ પૈકી અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે. તો સુરતમાં 31, વડોદરામાં 18 , સાબરકાંઠામાં 12 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 405 કેસની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14 હજાર 468 થઇ ગઇ છે જ્યારે મૃત્યુઆંક 888 થઇ ગયો છે. જેમાં અમદાવાદમાં જ અત્યારસુધીમાં 722 દર્દીઓના મોત થઇ ગયા છે. કોરોનાની મહામારીમાં સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 10,590 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4187 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જ્યારે 5681 દર્દીઓ એકટીવ છે. જ્યારે ટેસ્ટની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં 1 લાખ 86 હજાર 361 ટેસ્ટ થયા છે.

છેલ્લા 25 દિવસમાં ગુજરાત અને અમદાવાદમાં વધેલા કેસની વિગત

કોરોનાનો ભરડો

  • ગુજરાતમાં કોરોનાના વધુ 405 કેસ
  • અમદાવાદમાં ૩૧૦ કેસ નાંધાયા
  • છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૫ લોકોના મોત સહિત કુલ ૩૦ લોકોના મોત
  • ૨૨૪ લોકો સાજા થતા રજા અપાઇ
  • ગુજરાતમાં કુલ કેસની સંખ્યા ૧૪, ૪૬૮ થઇ
  • ૧૦૯ દર્દીઓ વેન્ટીલેટર પર
  • ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૮૮૮ થયો
  • અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા ૧૦૫૯૦ થઇ
  • અમદાવાદમાં મોતનો આંકડો ૭૨૨ થયો

આજે નોંધાયેલ મરણ, ડિટ્ચાર્જની વિગત

જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની યાદી

ફાયર ખાતાના ચાર લોકો પોઝિટિવ

અમદાવાદમાં કોરોનાનો શિકાર ફ્રન્ટલાઈન વોરિયર્સ બની રહ્યા છે. અમદાવાદમાં જશોદાનગર ફાયર ખાતાના ચાર લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં ડ્રાઈવર એક મિકેનિક અને બે ફાયરના જવાનો નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, તેમને ગૂંગળામણ તેમજ તાવની તકલીફ હોવાને કારણે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એસીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમરેલીમાં વધુ બે પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં સતત કોરોનાનાં કેસમાં વધારો જોવા મળ્યો હતો. અમરેલીમાં વધુ બે પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં જાફરાબાદના ટીંબી ખાતેના 31 વર્ષીય તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે જ સાવરકુંડલાના 19 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ છે. સુરત પોલીસે આ મહિલાની કસ્ટડી અમરેલી પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કરી હતી. આ મહિલાને લક્ષણો જણાતા અમરેલી સિવિલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યા 6 પર પહોંચી છે.

READ ALSO

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!