GSTV

કાળમુખો કોરોના: કેરળમાં 4 માસની બાળકીને ભરખી ગયો ઘાતક વાયરસ

કોરોના

Last Updated on April 24, 2020 by Bansari

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે હચમચાવી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે. હવે કેરળના કોઝિકોડ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત ચાર મહિનાની બાળકીનું મોત થયું છે. તે જન્મજાત હ્રદયરોગથી પીડિત હતી. આ વચ્ચે કેરળમાં કોવિડ-19થી સંક્રમણના 10 નવા કેસ સામે આવ્યાં, જેથી રાજ્યમાં કોરોના પોઝીટીવની સંખ્યા 129 થઈ ગઇ છે. રાજ્યમાં હાલ 23 હજાર લોકો નિરિક્ષણ હેઠળ છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જણાવ્યું કે પ્રદેશમાં સામે આવેલા તાજેતરના કેસમાંથી ઇદુક્કી જિલ્લામાં ચાર, કોઝીકોડ અને કોટ્ટાયમમાં બે-બે, કોલ્લમ અને તિરુવનંતપુરમમાં એક-એક વ્યક્તિના સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે.

આ તમામ મામલામાંથી બે વ્યક્તિઓએ તાજેતરમાં જ વિદેશ યાત્રા કરી હતી, ચાર પાડોશી રાજ્યથી પરત આવ્યાં હતાં અને બાકી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી પોઝીટીવ થયા. બે અઠવાડિયામાં સમક્રમિણનો એક પમ કેસ સામે ન આવતા મંગળવારે કોટ્ટાયમને ગ્રીન ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ પાછલા બે દિવસમાં ત્યાં બે કેસ સામે આવ્યાં છે.

દેશના ત્રણ રાજ્યો થયા કોરોના ફ્રી, તો ત્રણ રાજ્યોમાં છે 48 ટકા કેસ

દેશમાં વધી રહેલા કોરોના સંકટની વચ્ચે થોડી રાહતના સમાચાર આવ્યા છે. ભારતના કુલ 32 રાજ્યોમાંથી, ત્રણ રાજ્યો કોરોનાવાયરસ (COVID-19) મુક્ત બન્યા છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ અને ગોવા ત્રણ રાજ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં કોરોના કેસ આવ્યા છે, પરંતુ હવે એક પણ પોઝીટીવ કેસ નથી. કોવિડ -19 દર્દીઓ આ રાજ્યોમાંથી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકારી માહિતી અનુસાર, પાંચ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો છે જેમાં કોરોનાનો એક પણ કેસ હજી સુધી નોંધાયેલો નથી.

4257 દર્દીઓ સ્વસ્થ થયા

આજ સુધી નાગાલેન્ડ, સિક્કિમ, દિવ, દમણ, દાદર અને નગર હવેલી અને લક્ષદ્વીપમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી. સરકારી આંકડા મુજબ ગુરુવારે સવાર સુધી દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો 21 હજારથી વધુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 21,355 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 4257 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 681 લોકો મૃત્યુ પામ્યા છે. સંક્રમણની બાબતમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 5,649 છે જ્યારે ગુજરાતમાં આ આંકડો વધીને 2,407 થયો છે.

કોરોના

ત્રણ રાજ્યોમાં જ 48 ટકા કેસ થયા

જ્યાં સુધી અન્ય રાજ્યોની વાત છે, લગભગ 79 ટકા કેસો સાત રાજ્યોના કોરોનાના કેસ છે, જ્યારે સૌથી વધારે એટલે કે લગભગ 48% કેસ ફક્ત ત્રણ રાજ્યોના છે સાત રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે કેસ છે. આ બધા રાજ્યોમાં કેસની સંખ્યા એક હજારથી વધુ છે. આ 7 રાજ્યોમાં 78.84% કેસ નોંધાયા છે. આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત બીજા અને પછી દિલ્હી છે. 48. 17 % કેસ ફક્ત મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીના જ છે.

રાજ્યોના મુખ્ય શહેરોની હાલત સૌથી વધારે ખરાબ

દેશના મુખ્ય આર્થિક રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. બુધવારે સામે આવેલા 1,273 નવા કેસોમાંથી 52 ટકાથી વધુ કેસો ફક્ત આ બંને પશ્ચિમી રાજ્યોમાંથી આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 431 અને ગુજરાતમાં 229 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈ, પુના, અમદાવાદ જેવા બંને રાજ્યોના મુખ્ય શહેરોની હાલત સૌથી વધારે ખરાબ છે. બુધવારે રાજસ્થાનમાં 153, યુપીમાં 101 અને દિલ્હીમાં 92 નવા કેસ સામે આવ્યા છે.

Read Also

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!