GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Corona મહામારીને કારણે વિશ્વને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે: એડીબી

corona

Corona મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે તમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. બેંકે જણાવ્યું છે કે  Corona વાઇરસને કારણે અમેરિકા, યુરોપ સહિતના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જેવી પરિસિૃથતિ સર્જાતા વૈશ્વિક આૃર્થતંત્રને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.

Coronaના કારણે ભારતનો આર્થિક વિકાસ ઘટશે

એડીબીએે જણાવ્યું છે કે નુકસાન આ અંદાજમાં આરોગ્ય અને શિક્ષણને લાંબા ગાળે થનારા નુકસાનને સામેલ કરવામાં આવ્યું નથી. ભારત માટે એડીબીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વમાં  Corona વાઇરસ મહામારીને કારણે ઉત્પન્ન થયેલ હેલ્થ ઇમરજન્સીની વચ્ચે ભારતના આર્થિક વિકાસમાં મોટા પાયે ઘટાડો જોવા મળી શકે છે.

corona

એડીબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ઘટીને ચાર ટકા થઇ શકે છે. ભારતમાં ગયા વર્ષે આવેલી મંદીને કારણે ભારતના જીડીપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

એડીબીના અધ્યક્ષ મસાત્સુગુ અસાકાવાએ જણાવ્યું છે કે અનેક વખત પડકારજનક સમયનો સામનો કરવો પડે છે.  Coronaને કારણે વિશ્વના અનેક લાકોને અસર થઇ છે. ઉદ્યોગ અને આિર્થક પ્રવૃત્તિઓ ઠપ પડી ગઇ છે.

બેંકે પોતાના એશિયન ડેવલોપમેન્ટ આઉટલૂક(એડીઓ), ૨૦૨૦માં જણાવ્યું છે કે ભારતમાં જીડીપીની વૃદ્ધિ આગામી નાણાકીય વર્ષમાં ૬.૨ ટકા રહેશે. જ્યારે નાણાકીય ૨૦૨૧માં જીડીપી ઘટીને ચાર ટકા સુધી રહેશે. એડીઓના અહેવાલ મુજબ ૨૦૨૦માં દક્ષિણ એશિયાનો વિકાસ દર ઘટીને ૪.૧ ટકા રહી જશે અને ત્યારબાદ ૨૦૨૧માં તે વધીને ૬ ટકા થઇ જશે.

૨૦૧૯માં નિરાશાજનક દેખાવ પછી વર્તમાન સમયમાં હેલૃથ ઇમરજન્સીને કારણે એશિયા અને પેસેફિક વિકાસ દર ઘટીને ૨.૨ ટકા થઇ શકે છે. ત્યારબાદ ૨૦૨૧માં તેમાં ૬.૧ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીને કારણે એશિયાનો વિકાસ દર મોટા પાયે ઘટી શકે છે. એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સ્વાડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કારોનાને કારણે આવેલી મંદી ઝડપથી દૂર થશે નહીં.

Read Also

Related posts

આ વસ્તુ ખાતા રહેશો તો પણ વજન ઘટશે, વિશ્વાસ ન હોય તો ટ્રાય કરી જુઓ

Bansari

સુરત ST ડેપો: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની બસ સેવા થઈ શરૂ

pratik shah

એક જ દિવસમાં ધડાધડ 300 રન! આ કેરેબિયન બેટ્સમેને મચાવ્યું હતું તોફાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!